પોરબંદરમાં પણ ધંધુકાવાળી કરવાની ફિરાકમાં હતા આરોપી,પોલીસમાં કરેલી અરજીમાં મહિલા જજનો પણ ઉલ્લેખ

127

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ થયેલા એક બાદ એક ખુલાસામાં પોરબંદરના સાજણ ઓડેદરાનું નામ પણ પ્રકાશમાં આવ્યું જેમાં એવો ખુલાસો થયો કે પકડાયેલા આરોપીઓ દ્વારા પોરબંદરના સાજણ ઓડેદરાની પણ હત્યાનું કાવતરું ઘડાયું હતું.જેથી આ ખુલાસા બાદ સાજણ ઓડેદરાની એડવોકેટ બહેને પોલીસમાં અરજી કરી છે.જેમાં પોરબંદર જિલ્લા પોલિસ અધિકારીને લખેલા પત્રમાં આ કાવતરામાં પોરબંદરના યુસુફ એહમદ પૂજાણીનો હાથ હોવાનો પણ પત્રમાં ઉલલેખ કરાયો છે.

પોરબંદરમાં 20 વર્ષથી આતંકી કૃત્યો થાય છે તેમાં સત્તાર મોલાના અને યુસુફ પૂજાણીનો હાથ હોવાનું આ પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે.સત્તાર મોલાના ઉંમરને કારણે નિવૃત છે એમનો કારોબાર યુસુફ પૂજાણી સંભાળતા હોવાનું આ પત્રમાં જણાવાયું છે.આ સાથે યુસુફ પૂજાણીની તપાસ થાય તો તમામ હકીકતો બહાર આવે તેમ છે તેવું પત્રમાં લખાયું છે.

નોંધનીય છે કે સાજણ ઓડેદરાની બહેને કરેલી અરજીમાં એક મહિલા જજના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.યુસુફ પૂજાણી જે પહેલા લારીમાં ચપ્પલ વેચતો હતો આજે કરોડો રૂપિયાનો માલિક છે. સાજણ ઓડેદરાની એડવોકેટ બહેને પોલીસ અધિકારીઓને લખેલા પત્ર બાદ પોલીસેના ઉચ્ચ અધિકારીઓએ સાજણ ઓડેદરાના ઘર અને સમગ્ર વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું.જેમાં પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, એલ.સી.બી.,એસ.ઓ.જી સહિતના અધિકારીઓએ આ નિરીક્ષણ કર્યું હતું.

Share Now