રાજકોટમાં વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા અમદાવાદનાં ASI સહિત 3 ઝડપાયા

270

રાજકોટ: સમગ્ર ગુજરાત ભરમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે.છતાં વર્ષે કરોડોનો દારૂ ગુજરાતમાં વેંચાય છે.બીજીતરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે.પરંતુ રાજકોટમાં ઉલ્ટી ગંગા સમાન ઘટના સામે આવી છે.દારૂની બદીને દૂર કરવાની જવાબદારી જેના શિરે છે તેવી પોલીસનાં કર્મચારી દારૂની કારનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે.એસઓજીએ હેરાફેરી કરતા ASI કક્ષાના અધિકારી સહિત ત્રણ આરોપીને વિદેશી દારૂ સહિત 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ,એસઓજી પોલીસને વિદ્યાનગર રોડ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળી હતી.જેને આધારે વોચ ગોઠવી પોલીસે બાતમી મુજબની બે કાર નીકળતા જ બંનેને અટકાવી તલાશી લીધી હતી.આ દરમિયાન સિયાઝ કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 72 બોટલો સાથે મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ્ય નામનો એક શખ્સ ઝડપાયો હતો.

જ્યારે બીજી મારૂતિ સ્વીફ્ટ કારમાં અમદાવાદ ખાતે આઈ-ડીવીઝનમાં ટ્રાફિક ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અન્ય એક આરોપી કૃણાલ હસમુખભાઇ શાહ સાથે મળીને સિયાઝ કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.જેને લઈ એસઓજીએ ત્રણેયને ઝડપી લીધા છે.આરોપીઓનાં કોવીડ ટેસ્ટ અંગેનો રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share Now