સોનીની ચાલી બ્રિજ નીચે થયેલ ખોદકામનું કામ ઝડપથી પુરૂ કરવા માંગણી

154

અમદાવાદ : સોનીની ચાલી ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ પર જ ગટર લાઇનના ખોદકામને લઇને રોડ ખોદી કઢાયો છે.વચ્ચોવચ ખોદાયેલા આ રોડના કારણે ટ્રાફિકને ભારે અસર થઇ રહી છે.સિંગરવાથી સારંગપુર સુધીના રોડ પર ઠેરઠેર આ રીતે થયેલા ખોદકામો વરસાદ પહેલા પુરા કરવા માંગણી ઉઠી છે.ઓઢવ ઓવરબ્રિજની પાસે વેપારી મહામંડળના ઝાંપે ટોરેન્ટ પાવરનું મોટાપાયે કામ ચાલી રહ્યંો છે. છોડાલાલની ચાલી પાસે પણ આ સ્થિતિ છે.સોનીની ચાલી,રખિયાલમાં પણ ગટર,વીજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે.જેના કારણે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે.બીજી તરફ સોનીની ચાલી બ્રિજ પાસે રોડની વચ્ચે ખોદાયેલા ખાડાના કારણે બ્રિજની નીચે જવા માંગતા વાહનચાલકો અટવાય છે.મોટા અને ભારે વાહનો નીકળી શકતા નથી.રખિયાલમાં પણ ભૂવો પડયા બાદ હાથ ધરાયેલી મરામતની કામગીરી પણ મંદગતિએ ચાલી રહી છે.વાહનચાલકોની માંગણી છેકે મ્યુનિ.તંત્ર રોડ રોડ પર હાથ ધરાયેલા વિવિધ કામોમાં હવે ઝડપ લાવવાની તાતી જરૂરિયાત છે.પુરાણ કામ યોગ્ય રીતે થાય,લીકેજની સમસ્યા ફરી ન સર્જાય,ચોમાસામાં પહેલા વરસાદમાં રોડ બેસી જવો,ફરી પાછો ભૂવો પડવા જેવી સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Share Now