કડોદરા અંડર પાસના નિર્માણ કાર્યમાં વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા નહિ કરાતા અર્ધું કડોદરા નગર પાણીમાં

40

બારડોલી : ​​​કડોદરા નગરમાં 110 કરોડના ખર્ચે બની રહેલા અંડર પાસમાં કડોદરા નગરની વરસાદી પાણીના નિકાલ માટેની બનાવેલી લાઈનો તોડ્યા બાદ નવી નહિ બનાવતા છેલ્લા બે વર્ષથી કડોદરા નગરમાં લગભગ અર્ધા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળે છે

ગુરુવારે મોડી રાતથી શુક્રવારે વહેલી સવાર સુધી પડેલા ધોધમાર વરસાદના પગલે કડોદરા નગરમાં પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું હતુ કડોદરા નગરના મધ્ય માંથી પસાર થતા અંડર પાસના નિર્માણ કાર્યને લઈ કડોદરા નગરના મોટા ભાગના વરસાદી પાણીના રસ્તાઓ પુરી દઈ યોગ્ય નિકાલ માટેનો રસ્તો નહિ કરવામાં આવતા કડોદરા નગરનો મણી નગર,જલારામ નગર,તેમજ હળપતિ વસાહત સહિતનો ભાગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

પાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગના સંકલનના અભાવના કારણે હાલ કડોદરા નગરમાં વરસાદી પાણીના નિકાલની પૂરતી સુવિધા નહિ હોવાના કારણે ભવિષ્યમાં વરસાદી પાણીનો માર પ્રજાએ વેઠવો પડે તો નવાઈ નહિ ગત વર્ષે પણ કડોદરા સરદાર કોમ્પ્લેક્ષની ભોંયતળિયે આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો આ વર્ષે કડોદરા ચાર રસ્તા પર આવેલ લાકડાવાળા કોમ્પ્લેક્ષની ભોંયતળિયે આવેલ દુકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે નુકશાન થયું હતું ત્યારે કડોદરા નગરના નેતાઓ આંતરિક રાજકીય દેવોપેજથી બહાર આવી વેપારીની વ્હારે આવે એ જરૂરી બન્યું છે

Share Now