1.97 કરોડ કરદાતાઓને 1.14 લાખ કરોડનું રિફંડ મળ્યું, આ રીતે ચેક કરો રિફંડની વિગતો

33

– નાણા મંત્રાલય CBDT દ્વારા ITR ફાઇલ કરનારાઓને ટેક્સ રિફંડ આપે છે

નવી દિલ્હી : દરેક કરપાત્ર નાગરિક માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું ફરજિયાત છે.નાણા મંત્રાલય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા ITR ફાઇલ કરનારાઓને ટેક્સ રિફંડ આપે છે. CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)ના ડેટા અનુસાર 01 એપ્રિલથી 31 ઓગસ્ટ 2022 સુધીમાં 1.97 કરોડ કરદાતાઓને ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ-2022-23 માટે નિયત તારીખ 31મી જુલાઈ 2022 સુધીમાં 5.83 કરોડથી વધુ કરદાતાઓએ ITR ફાઈલ કર્યું છે.તેમાંથી 1.55 લાખથી વધુ કરદાતાઓએ અપડેટેડ ITR ફાઈલ કર્યું છે.જ્યારે, 20,000 કરદાતાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે અપડેટેડ ITR ફાઈલ કર્યું છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ કરદાતાઓને ટેક્સ રિફંડ જારી કરી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર, 01 એપ્રિલ 2022 થી 31 ઓગસ્ટ 2022 સુધીમાં, 1.97 કરોડ કરદાતાઓને 1.14 લાખ કરોડ ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે.તેમાંથી 1,96,00,998 વ્યક્તિગત કરદાતાઓને રૂ. 61,252 કરોડ રિફંડ કરવામાં આવ્યા છે.જ્યારે 1,46,871 કોર્પોરેટ કરદાતાઓને રૂ. 53,158 કરોડનું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

તમે ટેક્સ રિફંડ કેવી રીતે મેળવશો

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં ITR ફાઈલ કર્યું છે અને નિર્ધારિત 30 દિવસની અંદર તેનું વેરિફિકેશન કર્યું છે, તો તમને ટેક્સ રિફંડ આપવામાં આવશે.જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કર્યું નથી,તો તમે નિર્ધારિત દંડ ભરીને વિલંબિત ITR ફાઈલ કરી શકો છો. જો તમે ITR ફાઈલ કર્યું છે, તો સ્ટેટમેન્ટ અથવા દસ્તાવેજોમાં કંઈક ભૂલ થઈ હશે.તેથી 31મી ડિસેમ્બર 2022 પહેલા અપડેટેડ ITR (ITR-U) ફાઇલ કરો.

ટેક્સ રિફંડ આ રીતે ચેક કરો

– સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ.
– PAN, આધાર અથવા યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગઈન કરો.
– ઈ-ફાઈલ વિકલ્પ વિકલ્પ હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ અને ફાઇલ રિટર્ન જુઓ વિકલ્પ પસંદ કરો.
– લેટેસ્ટ ફાઇલ કરેલ ITR તપાસો અને વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરો.
– તમારું ટેક્સ રિફંડ સ્ટેટસ બતાવવામાં આવશે.

અહીં તમને રિફંડની રકમ, ઈશ્યુની તારીખ સહિતની તમામ માહિતી મળશે.

Share Now