રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા

23

– ચીને 34.9 અબજ યૂરો અને તુર્કીએ 10.7 અબજ યુરોની ખરીદી કરી
– રશિયા આર્થિક દબાણમાં ઝુકીને યુધ્ધમાંથી પીછેહઠ કરી નથી

મોસ્કો,7 સપ્ટેમ્બર,2022,બુધવાર : યુક્રેનના હુમલાના 6 મહિના સુધીમાં રશિયાએ વિવિધ એનર્જી એક્ષપોર્ટ કરીને 158 અબજ ડોલરની આવક મેળવી છે.આ કમાણી યુરોપિય સંઘ દ્વ્રારા થતી આવકનો અડધાથી પણ વધુ હિસ્સો ધરાવે છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો એ પછી યુરોપમાં ક્રુડ,નેચરલ ગેસ અને કોલસાની કિંમતો ખૂબ વધી ગઇ છે.આથી ઉર્જાનો ઓછો પુરવઠો વેચવા છતાં રશિયાને આવક બમણી થઇ છે.

ખાસ કરીને ક્રુડ ઓઇલની નિકાસે રશિયાના ફેડરલ બજેટમાં હુમલા પછી 43 અબજ યુરો ડોલરનું યોગદાન આપ્યું છે.આ નાણાની મદદથી જ રશિયા જંગના મેદાનમાં મજબૂત રહયું છે.યૂરોપિય સંઘે પહેલા કોલસો અને પછી ક્રુડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યુ હતું.જો કે ગેસની આયાત બંધ કરી નહી કારણ કે રશિયાના ગેસ સપ્લાય પર યુરોપિયન દેશોની નિર્ભરતા ખૂબ છે.

રશિયાની આર્થિક મોરચે પૂર્ણ નાકાબંધી શકય બની નથી

સીઆરએઇનું કહેવું છે કે રશિયાએ 6 મહિનામાં યુરોપિય સંઘને 85.1 અરબ યૂરોનું ખનીજ તેલ આપ્યું છે.ત્યાર પછી ચીને 34.9 અબજ યૂરો અને તુર્કીએ 10.7 અબજ યુરોની ખરીદી રશિયા પાસેથી કરી છે.આ પ્રગતિ યુરોપ અને અમેરિકાના દેશોએ રશિયા પર લાદેલા આર્થિક પ્રતિબંધો વચ્ચે હોવાથી નવાઇ લાગે તેવી છે.યુરોપિય સંધ અને અમેરિકા રશિયા પરના આર્થિક પ્રતિબંધોને ક઼ડક બનાવવા પ્રયાસ કરી રહયા છે પરંતુ રશિયાની આર્થિક મોરચે પૂર્ણ નાકાબંધી શકય બની નથી.પશ્ચિમી દેશોએ એવું માનીને આર્થિક પ્રતિબંધ મુકયા હતા કે રશિયા આર્થિક દબાણમાં ઝુકીને યુધ્ધમાંથી પીછેહઠ કરશે પરંતુ એમ થયું નથી.

હંગેરી,પોલેન્ડ,જર્મની,ગ્રીસ,ઇટલી,નેધરલેન્ડ અને ભારત ખરીદે છે ક્રુડ ઓઇલ

રશિયા કુદરતી ગેસ અને તેલની નિકાસમાંથી ભારે કમાણી કરી રહયું છે.પ્રતિબંધોના કારણે ભાવ વધવાથી ઉલટો રશિયાને ફાયદો થયો છે.અમેરિકા,કેનેડા,બ્રિટન અને ઓસ્ટ્રેલિયા રશિયાના ક્રુડ ઓઇલ ખરીદી પર પ્રતિબંધ મુકયો છે જેનું સંપૂર્ણ પાલન કરે છે પરંતુ કેટલાક દેશો એવા પણ છે જેમણે રશિયા સાથેના આર્થિક વ્યહવારો ચાલુ રાખ્યા છે.જયારે હંગેરી,પોલેન્ડ,જર્મની,ગ્રીસ,બુલગારિયા,ઇટલી અને નેધરલેન્ડે પણ ક્રુડની ખરીદી ચાલુ રાખી છે.

Share Now