પાકિસ્તાની મૌલવી ભડક્યું તાલીબાન-કહ્યું કે મોહમ્મદ અલી ઝીણા દારૂડિયા હતા, પહેલા તેનું નામ બદલો

39

– અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ નબીનું નામ બદલવાનું સૂચન કરનાર એક પાકિસ્તાની મૌલવી વિરુદ્ધ તાલીબાનો બરોબરના ભડક્યા છે.તેમણે સમગ્ર પાકિસ્તાન જ નહીં પરંતુ મોહમ્મદઅલી જીણાને પણ નિશાન પર લીધા છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ સતત વધી રહી છે.સમયાંતરે બંને દેશો અલગ-અલગ મુદ્દાઓ પર એકબીજાની વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળે છે.હાલમાં જ ફરી એકવાર આવું જ કંઈક થયું છે જેના કારણે બંને દેશો આમને સામને આવી ગયા છે.વાસ્તવમાં આ વિવાદ પાકિસ્તાનના એક મૌલાનાના સૂચન પછી શરૂ થયો હતો જેમાં તેણે અફઘાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ નબીને પોતાનું નામ બદલવાનું સૂચન કર્યું હતું.હવે તાલિબાને પાકિસ્તાની મૌલવીને જવાબમાં કહ્યું છે કે મોહમ્મદ અલી ઝીણા દારૂડિયા હતા,પહેલા તેનું નામ બદલો

તાલિબાને શું કહ્યું ?

મીડિયા અહેવાલો મુજબ પાક મૌલાનાના સૂચન સાંભળીને તાલિબાનીઓ ભડકી ગયા હતા.પાકિસ્તાની મૌલવીને જડબાતોડ જવાબ આપવા તેમણે પોતાના એક અધિકારીને મેદાનમાં ઉતર્યા.મોરચો સંભાળતા તે અધિકારીએ એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે, ‘પાકિસ્તાન જાણીજોઈને સરહદ પારથી અમારા ફળોની નિકાસમાં વિલંબ કરે છે.ઉપરવાળાનો આભાર કે હવે અમને કરાચી કે ગ્વાદર બંદરોની જરૂર નથી.અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતે ચાબહાર બંદરનો ઉપયોગ કરવા માટે ઈરાન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.પાકિસ્તાન હંમેશા અફઘાનિસ્તાનને નુકસાન પહોંચાડે છે,પછી ત્યાં ભલે સત્તામાં કોઈ પણ હોય.

ચેનલ પર પાકને જડબાતોડ જવાબ

સાઉથ એશિયા મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તાલિબાનના અધિકારીઓએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.જ્યારે મૌલાનાને મુહમ્મદ નબીનું નામ બદલવાના સૂચન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, તેમણે પોતાના કાયદે આઝમ જીણાનું નામ બદલવું જોઈએ કારણ કે તે નશેડી અંગ્રેજમેન હતા.માત્ર પયગંબર મોહમ્મદ કાયદા-એ-આઝમ છે.પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે જ્યારે ત્યાં ઈસ્લામિક કંઈ જ નથી.

તાલીબાન-પાક વચ્ચે વિવાદ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડુરન્ડ લાઇનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.અફઘાનિસ્તાનમાં સત્તા પર બેઠેલા તાલિબાનીઓ શરૂઆતથી જ ડુરન્ડ લાઇનને બંને દેશો વચ્ચેની સરહદ નથી માનતા.તાલિબાન દાવો કરે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન તેનો વિસ્તાર છે.સીમા વિવાદમાં બંને દેશોના સૈનિકો ઘણી વખત અથડામણ પણ કરી ચૂક્યા છે.તેવામાં હવે આ બંને ઇસ્લામિક દેશો વચ્ચે ઉભો થયેલો આ નવો વિવાદ કેટલે પહોંચશે તે જોવું રહ્યું.

Share Now