દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૦૨.૪૧ સામે ૪૯૦૬૬.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૯૮૮.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૬.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૧૬૧.૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૮૪.૬૫ સામે ૧૪૭૯૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૪.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૮૭૪.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત કડાકા સાથે થઈ હતી. કોરોનાના કહેર વચ્ચે પરિસ્થિતિ અંકુશ બહાર ગઈ હોઈ આ પરિસ્થિતિને અંકુશમાં લેવા પર આવી હોઈ અને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ કેન્દ્ર સરકારને આ માટે ફરી લોકડાઉન લાગુ કરવા સલાહને લઈ દેશભરમાં ફરી લોકડાઉન લાગુ થવાના ફફડાટે ફંડોએ આરંભમાં પેનીક સેલીંગ કરી શરૂઆતી તબક્કામાં કડાકો બોલાવી દીધો હતો. કોરોના મહામારીમાં એફઆઈઆઈ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલીએ આજે આરંભથી શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાની પરિસ્થિતિ હજુ કાબૂ બહાર હોવાથી અને એના અંકુશના માટેના પગલાં અપર્યાપ્ત પૂરવાર થઈ રહ્યા છે, એવામાં હવે નવો સ્ટ્રેન આવ્યો હોવાનું અને એ અન્ય સ્ટ્રેનથી વધુ ઘાતક હોવાના અહેવાલે દેશવ્યાપી સજ્જડ લોકડાઉન એકમાત્ર ઉપાય હોવાનાના નિષ્ણાંતોના મત વચ્ચે આજે સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, બેન્કેક્સ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૪ અને વધનારની સંખ્યા ૧૮૪૫ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક સ્તરે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં ઓધૌગિક રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં વધારો થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Share Now