વારાણસીમાં સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન સમયે શિવલિંગને સ્પર્શ કરતા વિવાદ

249

નિષેધ સમયમાં પૂજા-સ્પર્શ કરતા કાશીના સંતો અને વિદ્વાનોએ વિરોધ વ્યક્ત કર્યો

વારાણસી :અભિનેત્રી સારા અલી ખાન વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન અને શિવલિંગને સ્પર્શ કર્યા બાદ ઉભો થયો છે.સારા અલી ખાન હાલમાં માતા અને અભિનેત્રી અમૃતા સિંહ સાથે વારાણસીમાં ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે.શૂટિંગ દરમિયાન નવરાસની પળોમાં સારાએ ગંગા પૂજન કર્યું હતું. બાદમાં વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં સામેલ થઈ હતી.બાદમાં સારાએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા તેમજ શિવલિંગને સ્પર્શ કર્યો હતો.પૂજા અને સ્પર્શ એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે મંદિરનું ગર્ભગૃહ બંધ રહે છે.એટલે કે નિષેધ સમયમાં પૂજા કરવામાં આવી હતી.આ અંગે કાશીના સંતો અને વિદ્વાનોએ વિરોધ પ્રગટ કર્યો છે.કાશી વિદ્વત પરિષદના ડૉક્ટર રામનારાયણ દિવેદીનું કહેવું છે કે જો પૂજારીઓએ સ્પર્શ દર્શન કરાવ્યા છે તો તે ખોટું છે. મંદિરના તંત્રએ આ ઘટના અંગે તાબડતોબ કાર્યવાહી કરવી જોઈએ.બીજી તરફ સારાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેના માથા પર ત્રિપુંડ લાગ્યું છે અને ગળામાં માળા છે. આ સાથે જ સારાએ વીડિયોમાં વિશ્વનાથ મંદિરની શેરીમાંથી ત્યાંની ખાસિયતો અને આનંદનું વર્ણન કરતા વીડિયોમાં કાશીનું મહત્વન સમજાવ્યું છે.આ અંગે વિવાદ છેડાયા બાદ મંદિરના તંત્રએ કંઈ પણ બોલાવાનો ઇન્કાર કર્યો છે.શ્રીકાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યવાહક અધિકારી વિશાલ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્રીજી વખત ફોન ઉપાડ્યા બાદ સ્ટાફે કહ્યું હતું કે તેઓ વાત નહીં કરી શકે. એવામાં લાગી રહ્યું છે કે મંદિરનું તંત્ર આ મામલે બેકફૂટ પર આવી ગયું છે જ્યારે પીતાંબરા પીઠાધીશ્વર સાધ્વી ગીતાંબા તીર્થે કહ્યું કે આ મંદિરની પરંપરાનું અપમાન છે.નિષેધ સમયમાં કેવી રીતે શિવલિંગ સ્પર્શ અને દર્શન થયા?જો મંદિર તંત્રને જ આ અંગેની જાણ નથી તો આ ખૂબ જ ખરાબ વાત છે.આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. .

Share Now