સુરત: ઔદ્યોગિક વસાહતોમાંની દુકાનો અને ચાની કીટલીઓ પોલીસે બંધ કરાવવાનું શરૂ કર્યું

134

સુરત, તા. 21 માર્ચ 2020 શનિવાર

કોરોનાને વધુ પ્રસરતો અટકાવવા માટે આગામી તા. 29મી સુધી ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાની વહીવટી તંત્રની અપીલ વચ્ચે ઔદ્યોગિક એકમોમાંની ચાની કિટલી અને દુકાનો બંધ કરાવવાનું પોલીસે શરૂ કર્યું છે.

આજે સવારે જુદાજુદા વિસ્તારના ઉધોગકારો સાથેની મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામકાજ બંધ કરવાની અપીલ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દોહરાવી હતી. વેપાર-ધંધા ઉદ્યોગ વહેલી તકે બંધ થાય એ ખૂબ જ જરૂરી છે. એવું ભારપૂર્વક સૌને જણાવવામાં આવ્યું હતું.

જાહેર સ્થળોએ કે રોડ રસ્તાઓ પર નાગરિકો નજરે નહિ પડે, નાગરિકો પોતાના ઘરમાં રહે અને ટોળે વળવાની પ્રવૃત્તિ નહીં થાય તેની ઉપર અત્યારે વધુ ધ્યાન અપાઈ રહ્યું છે, એમ મીટિંગમાં ઉપસ્થિત એક કારખાનેદારે જણાવ્યું હતું.

Share Now