મમતા બેનર્જીના પ્રયાસો પર શિવસેનાએ ફેરવ્યુ પાણી, સામનામાં લખ્યું કે વિપક્ષને UPAની જરૂર …

71

– સામનામાં લખવામાં આવ્યુ છે કે, મમતાની રાજનીતિ કોંગ્રેસલક્ષી નથી.પશ્ચિમ બંગાળમાંથી તેમણે કોંગ્રેસ,ડાબેરીઓ અને ભાજપનો સફાયો કર્યો.આ વાત સાચી છે,છતાં કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દૂર રાખીને રાજકારણ કરવું યોગ્ય નથી

શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે, મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને કારણે વિપક્ષી પાર્ટીઓની હિલચાલ તેજ થઈ ગઈ છે.ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂત વિકલ્પ મૂકવો કે કેમ તે અંગે સર્વસંમતિ છે,પરંતુ કોને સાથે રાખવા અને કોને બહાર રાખવા તે અંગે વિપક્ષમાં હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.જો વિપક્ષી એકતાનો કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં ન આવે તો ભાજપને સધ્ધર વિકલ્પ આપવાની વાત કોઈએ ન કરવી જોઈએ.

વિપક્ષમાં સર્વસંમતિ હોવી જરૂરી

વધુમાં સામનામાં લખવામાં આવ્યું છે કે, પોતપોતાના સામ્રાજ્યોને સંભાળવા માટે આ અંગે સર્વસંમતિ હોવી જરૂરી છે.આ એકતાનું નેતૃત્વ કોણે કરવું તે હવે પછીનો મુદ્દો છે.પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી નિડરતાથી લડ્યા અને જીતી ગયા.બંગાળની ધરતી પર તેમણે ભાજપને પાછળ રાખી દીધી.તેમના સંઘર્ષને દેશે સલામ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મમતાએ મુંબઈ આવીને રાજકીય બેઠક કરી હતી.મમતાની રાજનીતિ કોંગ્રેસલક્ષી નથી.પશ્ચિમ બંગાળમાંથી તેમણે કોંગ્રેસ,ડાબેરીઓ અને ભાજપનો સફાયો કર્યો.આ વાત સાચી છે,છતાં કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દૂર રાખીને રાજકારણ કરવું યોગ્ય નથી.

કોંગ્રેસનો અંત આવે તે સૌથી ગંભીર ખતરો

મોદી અને તેમની પાર્ટીએ કોંગ્રેસ સાફ કરવા પ્રયત્ન કરી રહી છે એ સમજી શકાય છે. આ તેમના કાર્યક્રમનો એજન્ડા છે.પરંતુ મોદી અને તેમની વૃત્તિ સામે લડનારાઓ માટે કોંગ્રેસનો અંત આવે તે સૌથી ગંભીર ખતરો છે.છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ચિંતાજનક છે. આમાં બે મત હોઈ શકે નહીં.તેમ છતાં આપણે નીચે ઉતરતી ગાડીને ઉપર ચઢવા ન દેવી જોઈએ અને કોંગ્રેસને સ્થાન ન આપવુ વિપક્ષ માટે યોગ્ય નથી.

કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ

સામનામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસની કમનસીબી એવી છે કે જેમને કોંગ્રેસમાંથી જીવનભર સુખ અને સત્તા મળી છે એ જ લોકો કોંગ્રેસને નુકશાન પહોંચાડે છે.ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત સારી નહીં હોય.આઝાદે કહ્યું છે કે જો આજની સ્થિતિ યથાવત્ રહેશે તો કોંગ્રેસની હાલત ખરાબ થઈ જશે.આઝાદ વગેરેએ ‘G23’ નામના અસંતુષ્ટોનું એક જૂથ બનાવ્યું છે.તે જૂથના લગભગ તમામ લોકોએ કોંગ્રેસમાંથી સત્તા ભોગવી છે પરંતુ આ જૂથના તેજસ્વી મંડલે આજે કોંગ્રેસની હાલત સુધારવા શું કર્યું ?

Share Now