ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે.તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 54 કેસ નોંધાયા હતા જ્યારે સાંજે બીજા 18 નવા કેસ નોંધાતા કુલ આંકડો 450 પર પહોંચ્યો છે.
વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં કુલ 95 કેસ નોંધાયા છે.જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 36 પોઝીટીવ કેસ આવતાં કુલ 468 પર આંક પહોંચ્યો છે. ગુજરાતમાં નવા 36 પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાને લીધે 3 લોકોના મૃત્યુ થયા છે. સાજા થઈને 10 લોકો ઘરે પણ ગયા છે.
આજે નવા નોંધાયેલા કેસમાં પોઝીટીવ કેસ 15 અમદાવાદના, વડોદરા 18, ભરુચ 1 , ગાધીનગર 1 છોટા ઉદેપુરનો 1 કેસ નોંધાયો છે. જેમાં 29 પુરુષો ને 7 મહિલાઓ નો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 468 પોઝીટીવ કેસ પૈકી 398 સ્ટેબલ છે અને 4 લોકો વેન્ટિલેટર પર છે. 44 લોકો ડિસ્ચાર્જ થયા છે.
હોટસ્પોટ વિસ્તારમાં ખૂબજ ચેકિંગ કરાતાં 9763 રિપોર્ટ કરાયા તેમાંથી 24 કલાકમાં 2045 ટેસ્ટિંગ થયા છે. જેમાં સવારથી સાંજ સુધીમાં 36 કેસ પોઝીટીવ આવ્યા છે. હાલના રિપોર્ટ મુજબ અમદાવાદ જિલ્લામાં 243, સુરતમાં 28, રાજકોટ 18 વડોદરા 95, ગાંધીનગર 15, ભાવનગર 23 મહેસાણા 2 ,ગીરસોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 14 કેસ, છોટાઉદેપુરમાં 3, આણંદમાં 5, ભરૃચમાં 8 કેસ છે. વિદેશી પ્રવાસમાં 33, આંતરરાજ્યપ્રવાસમાં 32 સિવાય લોકલ ટ્રાન્સમિશનના કુલ 403 કેસ થયા છે.