અમદાવાદ : એસીબીએ વધુ કેટલાક સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી પડ્યા છે.જેમાં એસીબીએ શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને કરાર આધારિત ત્રણ કર્મચારીઓને લાંચના ગુનામાં ઝડપી તપાસ હાથ ધરી છે.
એસીબીને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તે સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે.જેઓને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું જે સરકારના હુકમથી મળેલ હતું.
જે ટેન્ડર અંતર્ગત તેઓને શહેરા તાલુકામાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના,કુવાના તથા ચેક વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરેલુ.જે પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ ₹ 2.75 કરોડનુ કામ કર્યું તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા ₹ 1.71 કરોડના બીલના ચેક મંજુર થયા હતા.જે આપવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી અગાઉ અલગ અલગ રકમ લઇ લીધી હતી.અને ફરીયાદી પાસે ₹ 2.45 લાખની ફરીયાદી પાસે માંગણી કરતા આરોપીઓને લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરિયાદ આધારે એસીબીએ છટકૂ ગોઠવી આરોપીમાં તાલુકા વિકાસ અધિકારી સિવાયના લાંચ લેવા આવેલ હોય તે દરમ્યાન બે આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા એક-એક લાખની લાંચ સ્વીકારેલ તથા અન્ય એક કર્મચારી તાલુકા વિકાસ અધિકારીના બદલે લાંચ લેવા આવતા ઝડપી પાડ્યા હતા.
મહત્વનું છે કે એક આરોપીને ACB અંગે શક પડતા ભાગી ગયેલો.આમ બે આરોપી ફરીયાદી પાસે લાંચ માંગી સ્વીકારતા પકડાઇ ગયેલ અને અન્ય બે આરોપી લાંચની રકમ લેવા આવેલ હોય પરંતુ તેઓએ લાંચની રકમ સ્વીકારેલ ન હોય તેઓ પણ લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયેલ અને એક આરોપી એ વચેટીયા મારફતે ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ હોય અને તેઓ પણ લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયા.જે તમામ સામે acb એ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.મળતી માહિતી અનુસાર આરોપીઓનો એટલો ત્રાસ હતો કે ગ્રામજનોએ કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી પણ કરી.જેને જોતા એસીબી એ આવા લાંચિયા અધિકારી સામે જાગૃત બની એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવા અપીલ કરી.જેથી આવા લાંચિયા અધિકારી સામે કાર્યવાહી કરી શકાય.
આરોપીઓ –
(૧) હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક(કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી,શહેરા, પંચમહાલ (મનરેગા વિભાગ )
(૨) કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર આધારીત),તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ
(૩) ઝરીના વા/ઓ વસીમ અંસારી, તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૨ તાલુકા પંચાયત શહેરા, પંચમહાલ
(૪) રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત) તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ