IAS-IPS સહીતના ઉચ્ચ અધિકારીઓ ‘સ્વતંત્ર બંગલા’માં શિફટ થવા લાગ્યા

147

ગાંધીનગર: ગુજરાતમાં જે રીતે કોરોના સંક્રમણ વધુ તેમાં એક તરફ ફલેટના બદલે હવે ‘બંગલા’ની ડિમાન્ડ વધવા લાગી છે તો ગુજરાતના ટોચના સનદી પોલીસ અધિકારીઓ તથા અન્ય ઉચ્ચસ્થાને બેસેલા- વ્યક્તિઓ સરકાર પાસે ફલેટના બદલે બંગલા માંગી રહ્યા છે.

અમદાવાદમાં સમર્પણ ફલેટ એ ટોચના આઈએએસ તથા આઈપીએસ અધિકારી અને ન્યાયમૂર્તિઓનું સરનામુ છે.તેઓએ હવે સરકાર પાસે કયાં કયાં બંગલા ખાલી છે તેની તપાસ શરુ કરી છે તો રીયલ એસ્ટેટમાં પણ જે લોકોને બંગલા કે તેના સ્વતંત્ર આવાસ પોષાય શકે છે.તેઓએ પણ હવે બજેટ મુજબના બંગલાઓ કે આવાસની શોધ શરુ કરી દીધી છે.

એક તબકકે પોશ સોસાયટીના ફલેટમાં જબરી ડિમાન્ડ હતી પણ હવે અહી લીફટ, જીમ, સ્વીમીંગ પુલ અને અન્ય સુવિધા છે.કોમન હોલ છે અને કોરોનાનું સંક્રમણ નિહાળતા હવે ‘કોમન’ સુવિધાથી દૂર જઈ રહ્યા છે અને હાલના કે ભવિષ્યના આ પ્રકારના સંક્રમણથી શકય તેટલા સલામત રહેલા હવે બંગલા શોધે છે.

જો કે સરકારી બાબુઓ માટે તો આ કામ સરળ છે અને તેમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી પંકજ જોશી સીઆઈડી ક્રાઈમના ડીજીપી સંજય શ્રીવાસ્તવ, શહેરી આવાસ યોજનાના સેક્રેટરી સહીતના અધિકારીઓએ સમર્પણ ફલેટ છોડી દીધો છે અને તેઓને માટે ગાંધીનગરમાં બંગલા ફાળવાઈ રહ્યા છે તો અન્ય માટે અમદાવાદમાં સરકારી બંગલા ઉપલબ્ધ બનાવશે.

હાલ અમદાવાદમાં ફરજ બજાવતા એડીશન ચીફ સેક્રેટરી મુકેશ પુરી પણ ગાંધીનગર શીફટ થઈ રહ્યા છે તો અમદાવાદના પુર્વ મ્યુ.કમિશ્ર્નર જેઓ હવે ગ્રામીણ વિકાસ કમિશ્નર છે. તેઓએ અમદાવાદમાં શાહીબાગ એરીયામાં બંગલો માંગ્યો છે.સમર્પણ ફલેટમાં એક સમયે સાથે રહેવામાં આનંદ માણતા હતા પણ હવે જે રીતે સંક્રમણ છે.લોકડાઉનમાં તેમના ઘરમાં કામકાજ કરવા માટે નોકરોને પણ લઈ આવવાની મનાઈ હતી તેનાથી તેઓને હવે ‘બંગલા’ની કિંમત સમજાઈ છે.

Share Now