વિધાનસભા પેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી

124

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પાર્ટી દ્વારા રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી આ અંગે તૈયારીઓ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે,રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું આ ધારાસભ્યો પૈકી પાંચ ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે.

કરજણના પૂર્વે ધારાસભ્ય અક્ષય પટેલ,કપરાડાના પૂર્વે ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના પૂર્વે ધારાસભ્ય જે.વી.કાકડિયા,લીંબડીના પૂર્વે ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના પૂર્વે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,ગઢડાના પૂર્વે ધારાસભ્ય પ્રવિણ મારૂ,ડાંગના પૂર્વે ધારાસભ્ય મંગળ ગાવિત અને મોરબી પૂર્વે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપી દીધું હતું.જેમાં માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યો અને જૂન મહિનામાં વધુ 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યોને ભાજપ વિધાનસભાની પેટાચૂંટણીની ટીકીટ આપશે,જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જ્યારે ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુના સ્થાને પૂર્વે મંત્રી આત્મારામ પરમાર,લીંબડી વિધાનસભા બેઠક પર સોમા પટેલના સ્થાને કિરીટ સિંહ રાણાને ટિકિટ આપે તેવી શકયતા છે.તો ડાંગ વિધાનસભા બેઠક પર મંગળ ગાવીત જો અપક્ષ ચૂંટણી લડતો ભાજપ તેને સમર્થ કરે તેવી માહિતી પણ ભાજપ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

8 બેઠક જીતવા કોને-કોને જવાબદારી આપવામાં આવી

પ્રદેશ ભાજપ એ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં માટે રાજ્યસભાની ચૂંટણી બાદ તાત્કાલિક તૈયારીઓ ચાલુ કરી દૂધી હતી.જે અંતર્ગત તમામ 8 બેઠકોના સંકલની પ્રદેશ કક્ષાએ જવાબદારી પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વે મંત્રી શંકર ચૌધરીને આપવામાં આવી છે.તો બેઠક પ્રમાણે એક મંત્રી અને એક સંગઠના સિનિયર નેતાને જવાબદારી આપવામાં આવી છે.જે અંતર્ગત ડાંગ બેઠકની જવાબદારી કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય પૂર્ણશ મોદીને સોંપવામાં આવી છે. તો કપરાડા બેઠકની જવાબદારી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ને શોપવામાં આવી છે.તે જ રીતે કરજણ બેઠક ની જવાબદારી ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ ને આપવામાં આવી છે.

Share Now