ગુજરાત સરકારની તિજોરીને મોટું નુકશાન જાણો નીતિન પટેલે વિભાગોને કેવા આદેશ આપ્યાં.

275

કોરોના સંક્રમણના સમયમાં ગુજરાત સરકાર કરકસરના માર્ગે છે.એવું કહી શકાય કે વિભાગમાં પીવાના પાણીનો ગ્લાસ ખરીદવો હોય તો પણ નાણાં વિભાગની મંજૂરી મેળવવી પડશે,એટલે કે સરકારમાં નવી ખરીદીઓ બંધ કરી દેવામાં આવી છે.રિએપોઇન્ટ થતાં અધિકારી કે કર્મચારીઓને મળતા નિયત પગારમાં 30 ટકા કામ મૂકવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણના કારણે પ્રાઇવેટ કચેરીઓ અને ઉદ્યોગ-ધંધાને અવળી અસર પડી છે તેની સાથે સાથે સરકારી કચેરીઓને પણ ગંભીર અસર થઇ છે.પ્રાઇવેટ જોબ કરતા કર્મચારીઓના પગારમાં 50 ટકા સુધીનો કાપ મૂકવામાં આવેલો છે અથવા તો કોસ્ટ કટીંગમાં કર્મચારીએ જોબ ગુમાવી છે.આર્થિક મંદીમાં જેટલી જોબ ગઇ નથી તેનાથી પાંચ ગણી જોબ કોરોના સંક્રમણમાં ગઇ છે પરંતુ સરકારી કર્મચારીઓના પગારમાં કોઇ કાપ નથી, જો કે તેમને મળતું મોંઘવારી ભથ્થું આવતા વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.રાજ્યનો નાણાં વિભાગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હાથમાં છે.અધિકારીઓની સમીક્ષા બેઠક પછી તેમના આદેશથી નાણાં વિભાગે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાથી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે.નાણાં વિભાગે મોટાભાગની ખરીદી 31મી માર્ચ 2021 સુધી સ્થગિત કરી દીધી છે.

વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવા વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ સાધનો જેવાં કે કોમ્પ્યુટર, પ્રિન્ટર,ઝેરોક્સ,એસી,મોબાઇલ ફોન,લેપટોપ,કુલર અને આઇટી સંલગ્ન મશીનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.એ ઉપરાંત કોઇપણ ઓફિસમાં નવું ફર્નિચર વસાવી શકાશે નહીં.

જો ખરીદી માટેના ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યા હોય તો તેને 31મી માર્ચ 2021 સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપરાશ કરકસરયુક્ત થવો જોઇએ.તમામ કચેરીએ માસિક વીજબીલમાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવાના રહેશે.

Share Now