મૂડી’ઝે ભારતનો GDP ગ્રોથનો અંદાજ સુધારીને -10.6% કર્યો

145

નવી દિલ્હી : મૂડી’ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનો ચાલુ વર્ષ માટેનો જીડીપી ગ્રોથનો અંદાજ સુધારીને (-)10.6% કર્યો છે.અગાઉ તેણે આ અંદાજ (-)11.5% આપ્યો હતો.તેણે કહ્યું કે સરકારના તાજેતરના સ્ટીમ્યુલસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને નોકરીઓના સર્જનને પ્રાથમિકતા આપવામાં આવી છે અને લાંબા ગાળાના ગ્રોથ પર ફોકસ કરવામાં આવ્યું છે. ગયા સપ્તાહે સરકારે ~2.7 લાખ કરોડનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેરક કર્યું હતું, જેના સંદર્ભમાં તેણે આમ કહ્યું હતું.

મૂડી’ઝે કહ્યું હતું કે સરકારના આ પગલાં દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવાના હેતુથી લેવાયા છે અને તેનાથી નોકરીઓનું સર્જન પણ નોંધપાત્ર થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ, ક્રેડિટ ઉપલબ્ધતા અને સ્ટ્રેસ્ડ સેક્ટર પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.આવા પગલાને કારણે ગ્રોથની સંભાવના વધી છે અને તે ક્રેડિટ પોઝિટિવ છે.આથી જ મૂડી’ઝે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપી ગ્રોથનો અંદાજ નેગેટિવ 11.5 ટકાથી સુધારીને નેગેટિવ 10.6% કર્યો છે.

નાણાકીય વર્ષ 2021-22 માટે મૂડી’ઝે જીડીપી ગ્રોથનો અંદાજ 10.6 ટકાથી વધારીને 10.8 ટકા કર્યો છે.મધ્યમ ગાળામાં જીડીપી ગ્રોત 6 ટકા આસપાસ રહેવાની ધારણા તેણે દર્શાવી હતી.રેટિંગ એજન્સીએ ચાલુ વર્ષ સરકારનું દેવું જીડીપીના 89.3 ટકા અને આવતા વર્ષે જીડીપીના 87.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. 2019-20માં દેવું જીડીપીના 72.2 ટકા હતું.જોકે આ સાથે મૂડી’ઝે કહ્યું હતું કે ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પ્રમાણમાં નરમ છે.કોરોનાના કેસ હજી વધી રહ્યા છે તે જોતા તેઓ સાવચેતી દાખવી રહ્યા છે. જોકે સપ્ટેમ્બરમાં ટોચ પરથી નવા કેસ વધવાની ગતિ ધીમી પડી છે.

Share Now