– જિલ્લામાં આજથી સારું થનાર ગ્રામ સભાઓમાં તમામ ગ્રામ પંચાયતોમાં વિરોધનો તાત્કાલિક રદનો ઠરાવ કરવામાં આવશે
નર્મદા : નર્મદા જિલ્લામાં તાજેતરમાં કેવડિયા વિસ્તાર ને વિકાસ કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટી (કેવડિયા ઓથોરીટી ) ની રચના કરવામાં આવી જેમાં નાંદોદ ગરુડેશ્વર ડેડીયાપાડા અને સાગબારાના 121 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હોતો જેનું 348 આધિકારીઓ અને કર્મચારીઓ નું મહેકમ પણ મંજુર સરકાર દ્વારા કરવાંમાં આવ્યું હતું.
ત્યારે આ ઓથોરિટીની આડમાં સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા વધારવા આદિવાસીઓની જમીનો પડાવી લેવાનો કારશો કરી રહી છે એવી દહેશત જિલ્લામાં ફેલાઈ છે અને આ ઝોન તાત્કાલિક દૂર થવો જોઈએ સાથે તમામ ખાતેદાર ના રેકર્ડ માંથી 135 ની એન્ટ્રી રદ થવી જોઈએ એવી માંગ કરી રહ્યા છે જયારે તંત્ર આધિકારીઓની નિમણૂંક કરીને તેમને સમજાવી ઉલ્ટા કાન પકડાવવાની કોશિશ કરી રહ્યા છે.
ત્યારે આ બાબત નો વિરોધ સાંસદ મનસુખ વસવા એ કરી પી.એમને પત્ર લખ્યો, કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ વિરોધ દર્શાવી આ ઝોન રદ કરવાની માંગણી કરી, BTP ધારાસભ્ય મહેશ વસાવા સહીત આગેવાનોએ વિરોધ નોંધાવ્યો ત્યારે પૂર્વ વેન મંત્રી અને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવાએ પત્ર લખ્યો વિરોધ નોંધાવ્યો છે.
સરપંચ પરિસદના નિરંજન વસવાએ પણ ઝોનના તમામ સરપંચોને મળી આ ઝોન રદ કરવા 135 ની એન્ટ્રી રદ કરવા ઠરાવ કરવા સમજૂતી આપી જેનો પ્રારંભ થશે આજે 28 ડિસેમ્બર 20 થી 6 જાન્યુઆરી 20 સુધીમાં યોજાનારી ગ્રામ સભાઓમાં તમામ ગ્રામ પંચાયતોમાં આ કેવડિયા ઓથોરિટી અને ઇકો સેન્સેટિવ ઝોન નો વિરોધ કરતો ઠરાવ ગ્રામજનો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરવા માં આવશે.ધ્યાનમાં રાખીને આપના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાય રહેલી ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ ગ્રામજનોનો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરવા જણાવ્યું છે.
121 ગામના ખેડૂતો માટે એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે
ગ્રામ પંચાયતોમાં 28 ડિસેમ્બર 2020ના રોજથી 6 ફેબ્રુઆરી 21 સુધીમાં ગ્રામ સભાઓ થવાની છે.ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી નર્મદાએ પત્રથી તાલુકા વિકાસ અધિકારી ઓને ગ્રામસભાના આયોજન માટે જાણ કરેલ છે.તેમાં સરપંચઓના અધ્યક્ષ સ્થાને સંભાળશે તેમાં નર્મદા જિલ્લામાં ઈકો સેન્સીટીવ ઝોન આવતા 121 ગામના ખેડૂતો માટે એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે.તે આયોજન થનારી ગ્રામપંચાયતની ગ્રામસભામાં ચર્ચા માટે મુકેલ છે – મોતીલાલ પી. વસાવા, પૂર્વ મંત્રી અને ભાજપના માજી ધારાસભ્ય