નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વર વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યો છે. જેનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ડેડીયાપાડા કોંગ્રેસ દ્વારા આજે પ્રાંત અધિકારી ને લેખિત માં આવેદન આપ્યું હતું.જેમાં ઇકો સેન્સેટિવ ને કારણે અહીંના આદિવાસી લોકો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.જેથી ઇકો સેન્સેટિવ ઝોન ને અનુલક્ષીને કરવામાં આવતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.જેમાં ડેડીયાપાડા કોંગ્રેસ પ્રમુખ દેવજી વસાવા,પૂર્વ જિલ્લા પ્રમુખ દામા વસાવા,ડેડીયાપાડા સરપંચ રાકેશ વસાવા,જેરમા બેન વસાવા,જાતર વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.