અંકલેશ્વર સ્થિત વાસુદેવ કેમિકલને ક્લોઝર નોટિસ

151

– ગત 11 નવેમ્બરે કંપનીમાં આગ લાગી હતી
– કંપનીને રૂપિયા 10 લાખનો દંડ પણ ફટકાર્યો

અંકલેશ્વર : અંકલેશ્વરની વાસુદેવ કેમિકલમાં 25 નવેમ્બરના લાગેલી આગના મુદ્દે જીપીસીબી ક્લોઝર નોટીશ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.કંપની ડિસ્ટિલેશન પ્લાન્ટમાં વિકરાળ આગ ભભૂકી હતી.આગમાં ફેલાઈને કંપની બહાર કાંસમાં પણ લાગી હતી.વાયુ પ્રદુષણ અંગેની રિપોર્ટ ગાંધીનગર કચેરી ખાતે કરતા વડી કચેરી તાત્કાલિક અસર થી ક્લોઝર અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વાસુદેવ કેમિકલ માં ગત 25 નવેમ્બરના રોજ વહેલી સવારે ડિસ્ટિલેશન પ્લાન્ટ માં રાસાયણિક પ્રક્રીયા દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામમા અંગે વિકારણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ નજીક સોલ્વન્ટનો વિપુલ જથ્થો રહેતા આગ વધુ ફેલાય હતી.જે આગ કંપની બહાર રહેલ વરસાદી કાંસ સુધી પહોંચી હતી.આ આગ પર 8 જેટલા અંક્લેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર ના લાગ્યા હતા.

આગ માં કોઈ જાનહાની ના પહોંચી હતી.પરંતુ કંપની લાગેલી આગ ને લઇ પ્રાથમિક જેતે વખતે જીપીસીબી સ્થળ નોટીશ ફટાકરી હતી અને અને વાયુ પ્રદુષણ અંગે જરૂરી રિપરત વડી કચેરીએ કર્યો હતો જે રિપોર્ટ આધારે જીપીસીબી ની વડી કચેરીએ વાસુદેવ કેમિકલને ક્લોઝર નોટીશ ફટકારી હતી તેમજ રૂપિયા 10 લાખ રૂપિયા નો દંડ પણ ફટકાર્યો હતો.

Share Now