વડાપ્રધાન મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ : 51 શક્તિપીઠમાંના એક એવા કાલીમંદિરમાં કરી પૂજા અર્ચના, હાથ જોડી કરી પ્રાર્થના

130

બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પહોંચ્યા હતા.જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠમાં એક એવા કાલીમંદિરમાં પૂજા અર્ચના કરી હતી.આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત કરશે.

પીએમ મોદી સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. જેશોરેશ્વરી કાલી મંદિરન 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે.અમે કોરોનામાંથી ઉભરી આપવવા માટે મા કાલીને પ્રાર્થના કરી છે.પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશોના શ્રદ્ધાળુઓ આવે છે.પીએમ મોદીએ મંદિર પરિસરમાં કમ્યુનિટી હૉલ બનાવવાનું એલાન કર્યુ છે.

15 મહિના બાદ વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાતનો આજે બીજો દિવસ છે.આજે તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે બેઠક કરશે. તેમજ બંને દેશો વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર થશે.પીએમ મોદી આજે બંગબંધુની ક્બરે જઈને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનુ મતદાન છે.ત્યારે એ મોદીની બાંગ્લાદેશમાં ઓરકાંડીના મતુઆ સમુદાયના મંદિરની મુલાકાતનું પણ આગવુ મહત્વ છે.ઓરાકાંડીમાં આવેલા મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચન્દ્ર ઠાકુરનો જન્મ થયો હતો.મતુઆ સમુદાયનું બંગાળની ચુંટણીમાં અનેક મહત્વ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે.યાત્રાના બીજા દિવસે શનિવારે તેમણે યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરી હતી.વડાપ્રધાન મોદી સવારે દર્શન માટે ઈશ્વરપુર ગામ ખાતે આવેલા યશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા.આ મંદિર ભારત અને પાડોશી દેશોમાં સ્થિત 51 શક્તિપીઠો પૈકીનું એક છે.ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ગોપાલગંજ જિલ્લામાં આવેલા તુંગીપારા ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિની મુલાકાત લીધી હતી. આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય નેતા છે. તેઓ આજે બંગબંધુ બાપૂ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે.

યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી આવે છે તેના પહેલા મા કાલી શક્તિપીઠમાં માથું નમાવ્યું.તેમના આશીર્વાદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને કોરોના સંકટમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી.સમગ્ર માનવજાતિ માટે પ્રાર્થના કરી.મારો પ્રયત્ન રહે છે કે, તક મળે તો 51 શક્તિપીઠોમાં માથું ટેકવું.અહીં એક કોમ્યુનિટી હોલની જરૂર છે.હોનારત વખતે તે બધા માટે શેલ્ટર બનશે અને બાકી પૂજા-પાઠ માટે ઉપયોગ થશે.

Share Now