‘કમલમ’માં બેઠા-બેઠા હવે પાટીલ ભાઉ 33 જિલ્લા અને 8 મહાનગરો પર રાખશે નજર, જાણો કેવી રીતે

119

– ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હવે કમલમમાં બેઠા બેઠા રાજયના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નજર રાખી શકશે આધુનિક સર્વર એન.એ.એસનુ ગઇકાલે અનાવરણ કરાયુ હતુ.

ગુજરાત 5્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ્ હસ્તે સંપર્ક સેતુ માટે આધુનિક ‘એનએએસ સ્ટોરેજનું અનાવરણ ઝુમ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે એનએએસ સ્ટોરેજ સર્વર એક અત્યંત આધુનિક સર્વર છે,જેનાથી રાજય 33 જિલ્લા અને 8 મહાનગર સીધા ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ સાથે ડિજિટલ માધ્યમથી જોડાઇ જશે.સંપર્ક સેતુના માધ્યમથી તમામ માહિતીની આપ-લે ખૂબ જ સરળ અને ઝડપી બનશે.જિલ્લા તથા મહાનગરોને પ્રદેશ તરફથી જે પણ માહિતી જોઇતી હશે તે ત્વરિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી મળી રહેશે.

આ સર્વરના માધ્યમથી પ્રદેશ નેતૃત્વ તમામ બાબતો પર સીધી નજર રાખી શકશે અને ત્વરિત સૂચના પણ આપી શકશે.જિલ્લા તથા મહાનગરના કાર્યાલયોમાં પણ આયોજન બદ્ધ રીતે ડેટાનું મેનેજમેંટ થઇ શકશે. આ સર્વરમાં લાંબા સમય સુધી તમામ વિગતોનું સ્ટોરેજ કરી શકાશે જેના કારણે ભવિષ્યમાં જરૂરી કોઇપણ માહિતી આંગળીના ટેરવે મળશે. આ સર્વરમાં 70 ટેરાબાઇટ (પી.બી) સ્પેસ છે. 1 ટેરાબાઇટમાં (પી.બી.) 1000 ગીગાબાઇટ (જીબી) જેટલી સ્પેસ હોય છે.આ સર્વરની મદદથી ભવિષ્યમાં તમામ જિલ્લા/ મહાનગરના કાર્યાલય પર ઓડિયો બ્રિજ અને વિડીયો બ્રિજ અને વિડીયો બ્રિજ થકી સંપર્ક સાધવાના નવા આયોમો સ્થાપિત થશે એક જ સમય પર તમામ જગ્યાઓ પર આ અત્યુધિનક ટેકનોલોજીની મદદથી પ્રચાર-પ્રસાર અને સંકલન કરી શકાશે. તમામ સાંસદ તથા ધારાસભ્યઓના કાર્યલયને પણ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ સાથે જોડવામાં આવશે.વર્ષ 2022ની વિદ્યાનસભાની ચૂંટણીઓ પૂર્વે તમામ 182 વિધાનસભા કાર્યાલયો પણ સં5ર્ક સેતુ થકી જોડવામાં આવશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આગામી સમયમાં જળ બચાવો અભિયાન,વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા આહવાન કર્યુ હતુ અને અત્યારે ચાલી રહેલ કોરોના સામે રાજયવ્યાપી રસીકરણ અભિયાનમાં જોડાઇ વધુમાં વધુ લોકોને રસીકરણની પ્રક્રિયામાં મદદરૂપ થવા હાકલ કરી હતી.

Share Now