દેશમાં ઘટતી જતી હિન્દુઓની વસ્તીથી ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ચિંતીત

47

નવી દિલ્હી તા.17 : દેશમાં હિન્દુઓની ઘટતી જતી વસ્તી મામલે ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચિંતા વ્યકત કરતા ટવીટ કર્યું છે કે ભણેલા લોકો વિદેશ ચાલ્યા જાય.ખરેખર તો ટવીટર પર એક યુઝરે સુબ્રમણ્યમ સ્વામીને ટેગ કરીને લખ્યુ હતું કે સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ વસ્તી નિયંત્રીત કરતા કાયદાની માંગ સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ મામલે સુનાવણી 20 એપ્રિલે હિન્દુઓની સમસ્યા ઉઠાવતાં જણાવ્યુ હતું કે હિન્દુઓનો વસ્તી વૃદ્ધિ દર પહેલાથી જ ઓછો થઈ રહ્યો છે હિન્દુઓ સતત ધર્મ પરિવર્તન અને ગેરકાયદે પ્રવાસીને લઈને ઘટી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે શિક્ષિત હિન્દૂ વિદેશ જઈ રહ્યા છે.આ સંજોગોમાં જન્મ દર નિયંત્રીત કરવાનો એક રસ્તો જીડીપીનો તેજ વિકાસ દર છે કે જે 10 ટકા દર વર્ષે જોઈએ આ સિવાય યુનિફોર્મ સિવીલ કોડ અને મહિલા સશકિતકરણ પણ તેના રસ્તા છે.

Share Now