મોંઘવારીના માર વચ્ચે લ્યો હવે નર્મદાનું જળ પણ મોંઘુ થયું, જાણો કેટલા દર વધ્યા?

68

ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોને વધારે કિંમત ચૂકવવી પડી શકે છે.નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે.માર્ચ 2021 પછી પાણીના દરમાં 10 ટકાનો વધારો થયો છે જે માર્ચ 2022 સુધી યથાવત રહેશે.રાજ્યમાં હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લીટરે 4.18 રૂપિયા જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચૂકવવાના થાય છે જે ગયા વર્ષે 1000 લીટરના અનુક્રમે 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરવામાં આવ્યા હતા.બન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં 2006-07ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયાં હતા.નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.

ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે.આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે.ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતું નથી. નર્મદા નિગમે પાણીના દરો સુનિશ્ચિત કરવા માટે એક પરિપત્ર ઇસ્યુ કર્યો હતો જેનું તમામ એજન્સીઓએ પાલન કરવાનું રહે છે.

Share Now