કામરેજના દેરોદ ગામેથી વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપાયો

94

કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં દેરોદ ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.બુટલેગર પોતાના મકાનમાં તથા અલગ અલગ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યો હતો કામરેજ પોલીસે 2.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે દેરોદ ગામની સીમમાં શૈલેષભાઈ અશોકભાઇ રાઠોડના ઘરે રેડ કરી હતી.રેડ દરમ્યાન મકાનમાંથી તેમજ બીજા અલગ અલગ મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ બુટલેગર વિદેશી દારૂનો જથ્થો સંતાડી છૂટક વેચાણ કરી રહ્યો હતો.પોલીસે વિદેશી દારૂની કુલ 556 નંગ બોટલ કિંમત રૂ. 2,26,630 ના જથ્થા સાથે મનીષભાઇ કાંતિભાઈ વસાવા (રહે, દેરોદ ગામ, બસસ્ટેશન ફળિયું, તા-કામરેજ) ને ઝડપી પાડ્યો હતો.જ્યારે શૈલેષ રાઠોડને વોંટેડ જાહેર કરી પોલીસે કુલ 2.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now