મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઈદના ઘરની પાસે બ્લાસ્ટ, 2નાં મૃત્યુ; 17 ઘાયલ

81

– બ્લાસ્ટ અહસાન મુમતાજ હોસ્પિટલની પાસે E બ્લોકમાં થયો છે

લાહોર : પાકિસ્તાનના લાહોરના જૌહાર તાલુકામાં બ્લાસ્ટ થયો છે.એમાં 2 લોકોનાં મૃત્યુ અને 17 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.પાકિસ્તાનના મીડિયા ડોનના જણાવ્યા મુજબ,રેસ્ક્યૂમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ અહસાન મુમતાજ હોસ્પિટલની પાસે E બ્લોકમાં થયો છે.મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બ્લાસ્ટ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના ઘરની પાસે થયો છે.

લાહોરના CCPO ગુલામ મહમૂદ ડોગરે મીડિયાને જણાવ્યું હતું કે તમામ ઘાયલોને જિન્ના હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.રેસ્કયૂ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ ગેસ-પાઈપલાઈન કે ગેસ- સિલિન્ડર ફાટવાથી થયો છે.જોકે આ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.બ્લાસ્ટથી આસપાસનાં મકાનોને પણ નુકસાન થયું છે.આ બ્લાસ્ટને આંખે જોનારે જણાવ્યું હતું કે તેમનું ઘર 6 વર્ષ પહેલાં જ બન્યું હતું, જે બ્લાસ્ટમાં ખરાબ રીતે ડેમેજ થયું છે.

પાકિસ્તાનના પંજાબના ચીફ મિનિસ્ટર ઉસ્માન બુજદારે આઈજીને ઘટનાની તપાસ કરીને ઝડપથી તપાસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે.તેમણે કહ્યું હતું કે જે પણ આ ઘટના માટે જવાબદાર છે,તેમની પર કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.તમામ હોસ્પિટલને અલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Share Now