વુહાન લેબમાંથી જ ફેલાયો કોરોના! અમેરિકન સાંસદોએ રિપોર્ટમાં કર્યા ચોંકાવનારા દાવા

50

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇ ચીન એક વખત ફરીથી નિશાન પર આવી ગયું છે.વાત એમ છે કે અમેરિકન રિપબ્લિકન પાર્ટીએ સોમવારના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો છે.જો કે હજી સુધી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ આ નિષ્કર્ષ સુધી પહોંચી નથી.આની પહેલાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના વાયરસને લઇ ચીન પર નિશાન સાંધતા રહ્યા છે.

સમાચાર એજન્સી રોયટર્સના મતે અમેરિકન રિપબ્લિકન પાર્ટીએ પોતાની રિપોર્ટમાં પૂરતા પુરાવાનો હવાલો આપતા કહ્યું કે વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિક વ્યક્તિઓને સંક્રમિત કરવા માટે વાયરસમાં ફેરફાર કરી રહ્યા હતા.

કોરોનાની ઉત્પત્તિની ભાળ મેળવવા માટે તપાસ

અમેરિકન રિપબ્લિકન પાર્ટીના સાંસદ અને ગૃહના વિદેશ બાબતોના કમિટીના પ્રમુખ માઇકલ મેકોલે આ રિપોર્ટને રજૂ કર્યો.તેમણે અપીલ કરી કે કોરોનાની ઉત્પત્તિની ભાળ મેળવવા માટે બહુદળીય તપાસ થવી જોઇએ,જેનાથી સંક્રમિત થઇને દુનિયાભરમાં 44 લાખ લોકોના મોત થઇ ગયા.

ચીન કરતું રહ્યું ઇન્કાર

પહેલી વખત એવું નહોતું બન્યું કે જ્યારે ચીન પર કોરોના ફેલાવાનો આરોપ લાગ્યો હોય. જો કે ચીન કોરોના વાયરસ વુહાન લેબમાંથી લીક થવાના દાવાનું ખંડન કરતા રહ્યા છે.પરંતુ એ વાત સ્પષ્ટ છે કે દુનિયામાં કોરોનાનો સૌથી પહેલો કેસ ચીનના વુહાનમાં 2019માં મળ્યો હતો.કેટલાંય નિષ્ણાતો કોરોના વુહાનથી ફેલાયાની થિયરી પર વિશ્વાસ કરે છે. જો કે હજી સુધી તે સાબિત થયું નથી.કેટલાંય નિષ્ણાઓ વુહાનના સી ફૂડ માર્કેટમાંથી કોરોના ફેલાયાની થિયરી પર વિશ્વાસ કરે છે,પરંતુ હજી સુધી એ સાબિત થયું નથી.

બાઇડેને ગુપ્તચર એજન્સીને આપ્યા તપાસના આદેશ

આની પહેલાં અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું હતું કે તેઓ એ વાતથી સહમત છે કે વાયરસ માનવ નિર્મિત નથી અને ના તો તેના આનુવંશિક રૂપથી પરિવર્તિત કરાય છે.જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને થોડાંક સમય પહેલાં જ અમેરિકન ગુપ્તચર એજન્સીને કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસમાં તેજી લાવવા અને 90 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતું.તો અમેરિકા ગુપ્તચર એજન્સીના સૂત્રોએ કહ્યું કે હજી એજન્સીઓ કોઇપણ પરિણામ સુધી પહોંચ્યું નથી.

Share Now