મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર સામે ખંડણીની તપાસમાં છોટા શકિલનો ઓડિયો પણ બહાર આવ્યો

53

મુંબઇ તા.3 : મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ સામે ચાલી રહેલી ખંડણી તપાસમાં નવો વળાંક આવ્યો છે અને હવે એક લીક થયેલી ઓડિયો કલીપમાં પાકિસ્તાનમાં વસતા દાઉદ ઇબ્રાહીમ ગેંગ પણ ખંડણી પ્રકરણમાં પોલીસ સાથે જોડાયેલો હોવાનો ઘટ્ટસ્ફોટ થતાં મુંબઇ પોલીસે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

2016માં બહાર આવેલા એક ઓડીયોમાં મુંબઇના એક બિલ્ડરને દાઉદ ઇબ્રાહીમના સાથી છોટા શકિલ ખંડણી માટે ધમકી આપી રહ્યો હોવાનું જણાવ્યુ હતું અને 2016માં પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.પરંતુ પોલીસને મળેલા નવા સબૂત મુજબ આ પ્રકરણમાં પણ પરમબીરસિંહની સંડોવણી હોઇ શકે છે.હાલ તો આ પૂર્વ પોલીસ કમિશ્નર સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ખંડણીના 6 જેટલા કેસ દાખલ થયા છે

જેમાં ફરિયાદ કરનાર બિલ્ડર શ્યામ સુંદર અગ્રવાલના જણાવ્યા મુજબ તેને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હતો અને મકોકા કેસ દાખલ કરીને તેની પાસેથી જબરજસ્તીથી નાણાની વસુલી કરવામાં આવી હતી. 2021માં પોલીસે શ્યામ સુંદર અગ્રવાલ સામે કેસ દાખલ કર્યો પરંતુ હવે તેણે જૂના ઓડીયોનો હવાલો આપીને તેને છોટા શકિલ દ્વારા સંજય પુનમીયા નામના બિલ્ડર મારફત ધમકી આપવામાં આવી હતી.પોલીસે જે ફોન આવ્યો હતો તે ચકાસતા તે શકિલનો હોવાનું બહાર આવ્યુ છે અને તે સમયે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ જે તપાસ કરી રહ્યા હતા પરંતુ કોઇ આખરી તારણ આવ્યુ ન હતું.અને હવે મુંબઇ પોલીસે તે મુદ્દે આગળ તપાસ શરૂ કરી છે.

Share Now