સ્વીટી પટેલ મર્ડર કેસ : અટાલીથી મળેલા બળેલા માનવ હાડકાં સ્વીટીના કે નહીં? હજુ રહસ્યનું કોકડું ગૂંચવાયેલું

53

વડોદરાના સ્વીટી પટેલ કેસની તપાસ દરમિયાન વડોદરા ગ્રામ્ય LCBને અટાલીથી ગત 09 જુલાઇએ મળેલા બળેલા હાડકાં ખરખેર સ્વીટીના છે કે નહીં? તેનું રહસ્ય 25 દિવસથી યથાવત છે.આ કેસની ગંભીરતા જાણી ગૃહમંત્રીએ તપાસ અમદાવાદ ક્રાઇમ-ATSને સોંપી છતાં તેના 16 દિવસ બાદ પણ FSLના રિપોર્ટનું કોકડું ગૂંચવાયેલું હોવાથી અનેક તર્કવિર્તક ચર્ચાઈ રહ્યાં છે.

સ્વીટી પટેલ મર્ડર કેસમાં તત્કાલીન પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ 6 ઓગસ્ટે પુરા થવાના છે.સ્વીટી કેસમાં અજય દેસાઇનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં ગત તા.6થી તા.9 જૂલાઇ વચ્ચે ચાર વાર સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ થયો હતો. 25 દિવસ બાદ SDS ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નથી.ત્યારબાદ ફોરેન્સિક લેબમાં તા.13થી 15 જુલાઇ વચ્ચે અજય દેસાઇનો ત્રણ વાર પોલિગ્રાફ ટેસ્ટ થયો અને તેના રિપોર્ટ બહાર આવ્યો નથી.

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને અટાલીની બંધ હોટલમાંથી ગત તા.9 જુલાઇએ મળેલાં બળેલા માનવ હાડકાંના ટુકડા સ્વીટી છે કે નહીં ? તે અંગે પોલીસ મગનું નામ મરી પાડતી નથી.આ ઉપરાંત સ્વીટીના બે વર્ષના પુત્ર અને ભાઇના બ્લડ સેમ્પલ DNA સાથે મેચ થયા કે નહીં ? તેનું રહસ્ય પણ અંકબધ છે.

બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા પાસે રિમાન્ડના પહેલાં દિવસે સ્વીટી મર્ડરની ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.અમદાવાદ ક્રાઇમ અને એફએસએલની ટીમ તપાસ માટે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને લઈ અટાલી પહોંચી હતી. અટાલી ગામની સીમની બંધ હોટલમાં સ્વીટીના મૃતદેહના નિકાલની ઘટનાની ક્રાઇમ બ્રાન્ચે અજય દેસાઇ અને કિરીટસિંહ પાસે વિગતો એકત્ર કરી હતી.

આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બંધ હોટલ સંકુલમાં પાંચ ફૂટ ખાડા ખોદાવતા હાડકાંના અસ્થિના ટુકડા મળ્યાં હતાં.આ હાડકાં માનવ શરીરના છે કે નહીં ? તે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અસ્થિ બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા હતાં.અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ તે અંગેનો રિપોર્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગુરૂવારે આપશે તેવું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

કરજણ PIની પૂછપરછ બાકી!

સ્વીટી પટેલના ચકચારી મર્ડર કેસમાં હજુ નવી ઈપીકો કલમનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમેરો કર્યો નથી.બીજી તરફ, સ્વીટી ગુમ થયાની જાણવા જોગની તપાસના નીરિક્ષણમાં બેદરકારી રાખનાર કરજણ પીઆઇ મેહુલ પટેલની પૂછપરછ હજૂ પણ બાકી છે.

Share Now