જાણો : મહિલા રાઈટરે એક્ટર રણદીપ હુડા પર કયો આરોપ લગાવ્યો ?

69

બોલીવુડના અદાકાર રણદીપ હુડા એક નવી મુશ્કેલીમાં ફસાઈ શકે છે.તેમની પર એક મહિલાએ તેની સ્ક્રિપ્ટ અને સોંગ લઇ લીધા પછી પરત ન આપવાનો આરોપ લગાવ્યો છે અને તેની સામે ₹ 10 કરોડનો દાવો મંડ્યો છે.આ મહિલાનું નામ પ્રિયા શર્મા છે અને તે રણદીપ હુડાના સંપર્કમાં વર્ષ 2012 માં આવી હતી અને બંને ફેસબુકથી કનેક્ટ થયા હતા.

આ કેસની વિગત મુજબ, આ યુવતીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સ્ક્રિપ્ટ અને સોન્ગ રણદીપ હુડા અને તેના પરિવારના સભ્યોને મોકલી છે અને રણદીપ અને તેના પરિવારના સભ્યોએ તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રિયા શર્માની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવાનું કમીટમેન્ટ પણ આપ્યું હતું.પરંતુ, અનેક વર્ષો સુધી ફિલ્મની જાહેરાતની રાહ જોયા બાદ, આ બધી સ્ક્રિપ્ટ તેમણે રાખી લીધી અને પ્રિયા શર્મા દ્વારા તેનું મટીરીયલ પાછું માંગવામાં આવતા,તેને ધમકાવવામાં આવી હતી અને આ મામલે ચૂપ રહેવા કહેવાયું હતું.આ બાદ પ્રિયા શર્માએ રણદીપ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ₹ 10 કરોડનો દાવો મંડ્યો છે.

પ્રિયા શર્મા મુજબ, તેના રણદીપ અને તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો બંધાઈ ચૂક્યા હતા અને તેઓ સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા જોડાતા હતા અને પારિવારિક વાત પણ કરતા હતા. પ્રિયા શર્માએ રણદીપના કેરેક્ટરને ધ્યાન રાખીને અનેક સ્ક્રિપ્ટ લખી હતી અને તેને મેઈલ કરીને મોકલાવી હતી.પરંતુ, અનેક વર્ષ સુધી રાહ જોયા બાદ,કોઈ પણ કામ આગળ ન વધતા, તેણે તેનું સબમિટ કરાવેલું કામ પાછું માંગતા તે રણદીપના પરિવારના સભ્યો અને તેની સાથે જોડાયેલ માણસો તરફથી તેને નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો અને તેનું મટીરીયલ પાછું આપવાની જગ્યાએ તેને ધમકાવાઈ હતી.

Share Now