બબીતાજીને થયો નવ વર્ષ નાના ‘ટપ્પુ’ સાથે પ્રેમ, લગ્ન થવા અંગે પણ છે આ ચર્ચા..

33

ગુજરાતી પરિવારોમાં સબ ટીવી પર આવતી લોકપ્રિય ધારાવાહિક સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આમ તો મોટાભાગે શો માં કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટને લઈને ચર્ચામાં રહેતી હોય છે પણ આ વખતે ઘણા નવાઈ પમાડનારા સમાચારને કારણે ચર્ચામાં આવી છે અને આ ખબર એવી છે કે જેને એક વખતને માટે માનવું સૌ કોઈના માટે અઘરું છે.

ઈટાઈમ્સ ટીવીને એવી માહિતી મળી છે જે તમને ચોંકાવી દેશે. આશરે બે મહિનાના બ્રેક બાદ શોમાં પાછી ફરેલી એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતાજી) અને શોમાં ટપ્પુનો રોલ કરતાં એક્ટર રાજ અનડકત વચ્ચે સંબંધો મિત્રતાથી આગળ વધી ગયા છે.

તમે એકદમ સાચુ વાંચ્યું છે. સોશિયલ મીડિયા પર રાજ અને મુનમુન નિયમિતપણે એકબીજાની પોસ્ટ લાઈક કરે છે અને કોમેન્ટ કરે છે. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સને ઘણીવાર બંને પ્રેમમાં હોવાની શંકા ગઈ હતી. જોકે, તેમણે ટ્રોલર્સને સંબંધ મિત્રતાથી આગળ ન હોવાનો કહીનું મોં બંધ કરાવ્યું હતું. જોકે, હવે માહિતી મળી છે કે, તેમનો સંબંધ મિત્રતાની મર્યાદા વટાવીને આગળ વધી ગયો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમના દરેક સભ્યને ખબર છે કે, રાજ અને મુનમુન વચ્ચે શું ચાલી રહ્યું છે.આ બાબતથી વાકેફ સૂત્રએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, “રાજ અને મુનમુનના પરિવાર પણ તેમના સંબંધની વાત જાણે છે.” ઉપરાંત રાજ અને મુનમુન એકબીજા પ્રત્યે ગંભીર છે અને સેટ પર બાકીના લોકો પણ તેમના સંબંધનું સન્માન જાળવે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ 24 વર્ષનો છે જ્યારે મુનમુન તેનાથી 9 વર્ષ મોટી છે.જોકે, તેમના માટે ઉંમરનો તફાવત ગૌણ છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ આ મુદ્દે વાત કરવા રાજ અને મુનમુન બંનેનો સંપર્ક કર્યો હતો. પરંતુ બંનેમાંથી એકેયે ફોન કે મેસેજનો જવાબ ના આપ્યો. અમારા સહયોગીએ સાત દિવસ સુધી (1 સપ્ટેમ્બરે રાજ અને મુનમુનનો સંપર્ક કર્યો હતો) તેમના જવાબની રાહ જોઈ પરંતુ બંનેમાંથી એકેયે કંઈ જણાવ્યું નહીં.

મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’, 2006માં ‘હોલિડે’ તથા 2015માં આવેલી ફિલ્મ ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’માં જોવા મળી હતી. મુનમુનના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે.તે પોતાનાં મમ્મી, ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મુંબઈમાં રહે છે.

Share Now