ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને પોતાના પર રહેલા કેટલાક કેસ પાછા ખેંચવા માટે મોટી રજૂઆત કરી છે.આ વિષય પર તેમણે એક પત્ર લખીને રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.ગુજરાતના મુખ્યમંત્રીને પાટીદાર સમાજવતી આ પત્ર લખવામાં આવ્યો છે.આ પત્રમાં તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરી છે.પણ મૂળ આ પત્ર 28 ગુનાઓ અને રાજદ્રોહના કેસને લઈને ચર્ચામાં છે.
હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું છે કે, એક પાટીદાર સમાજના દીકરા તરીકે આપને માંગણી કરૂ છું કે, અનામત આંદોલનમાં મારા સહિત અનેક નિર્દોષ પાટીદારોના કેસ પરત ખેંચવાની કાર્યવાહી બને એટલી ઝડપથી કરવામાં આવે.આવું કરીને ફરી રાજધર્મ નિભાવવામાં આવે.આંદોલનમાં રહેલા દરેક નેતાઓ પર ખોટા કેસ ચાલી રહ્યા છે.આંદોલન દરમિયાન આશરે 400 ખોટા ગુના નોંધવામાં આવ્યા છે.આ તમામ કેસ પાછા ખેંચવાનું અગાઉની સરકારે વચન આપેલું છે.જે હજુ સુધી પૂર્ણ થયું નથી. આ માટે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુના દાખલ કરેલા છે એને પાછા ખેંચવામાં આવે.એવી સમાજ તરફથી નિર્દોષ ભાવે અપીલ કરૂ છું.મારા પર જે રાજદ્રોહ સહિતના 28 ગુનાઓ છે.થોડા સમય પહેલા દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સત્તા સામે બોલે એનો વિરોધ કરતા સામે મનફાવે એમ રાજદ્રોહનો ગુનો દાખલ કરી શકાય એમ નથી.અનામત આંદોલન દરમિયાન અલ્પેશ કથિરિયા,લાલજી પટેલ જેવા પ્રમુખ નેતાઓ પર અનેક એવા ખોટા કેસ કરવામાં આવ્યા છે.અત્યાર 200 કરતા પણ વધારે કેસ ચાલી રહ્યા છે.
આ તમામ ખોટા કેસ પાછા ખેંચવામાં આવે. સરકારે આપેલા વચન પૂરા કરવા એ દરેક મુખ્યમંત્રીની ફરજ બને છે.પદ્માવતી ફિલ્મના વિરોધમાં થયેલા આંદોલન વખતે પણ કરણી સેનાના ઘણા આગેવાનો પર ખોટા કેસ કરી દેવામાં આવ્યા હતા. એમાંથી મોટાભાગના કેસ પાછાં ખેંચી લેવામાં આવ્યા છે.સરકારે પટેલ નેતાઓ સાથે ત્રણ વર્ષ પહેલા 438 ખોટા કેસ પાછા ખેંચવા માટે બેઠક કરી હતી. હાલમાં એ બાબતે કામ પૂર્ણ થયું નથી.જેને પૂરા કરવા માટે સરકારે કવાયત શરૂ કરવાની જરૂર છે. આ પત્ર કોઈ રાગદ્વેષ કે બદલાની ભાવનાથી નથી.
આ પત્રમાં મારી કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા પણ નથી. સમાજના નિર્દોષ યુવાનોને ન્યાય આપો એવી લાગણી અને માગણી છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તા.29 જુલાઈ 2016માં કેસ પાછા ખેંચવા માટે આદેશ કર્યા હતા. 438 કેસમાંથી ગુજરાત સરકારે 391 કેસ પાછા ખેંચી લેવા નિર્ણય કર્યો હતો.ગૃહ વિભાગની સમિક્ષા બેઠકમાં આ સૂચના આપવામાં આવી હતી.