60થી વધુની ઉંમર ધરાવતા રાજુ ભટ્ટ અને અશોક જૈન હવસ સંતોષવા ‘સ્ટુડન્ટ’ યુવતીઓને મકાનમાં લાવતા હતા ?

64

વડોદરામાં કોલેજીયન યુવતીને રહેવા માટે ફ્લેટ અને ઓફીસમાં ટ્રેનિંગ નું કામ આપી બે વડીલો એ શારીરિક શોષણ કરવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.યુવતીને રહેવા ફ્લેટ આપ્યા બાદ સીએ અશોક જૈન તેના ફ્લેટ ઉપર બેડરૂમ સુધી પહોંચ્યો હતો અને યુવતીના ખભા પર હાથ મૂકતા તેની દાનત પારખી ગયેલી યુવતી રીતસરની ડઘાઇ ગઇ હતી અને ત્યારબાદ વાસનાનો ખેલ શરૂ થતાં યુવતી બરબાદ થઈ ગઈ હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે. 60થી વધુની ઉંમર ધરાવતા એવા રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતાની દિકરીની ઉંમરની યુવતીને રહેવા માટે ફ્લેટ આપી દુષ્કર્મ કરવાની ઘટનામાં નરાધમો વિદેશ ભાગી ગયા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે જોકે,પોલીસ તપાસ ચાલુ છે.

વડોદરાના દિવાળીપુરા ખાતેના મકાનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ યુવતીઓને નોકરી અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા હોવાની વાત સામે આવતા તપાસ થાય તો અનેક આવા કેસ સામે આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.આ મકાન આ પ્રકારના ગોરખધંધા માટે જ ઉપયોગમાં લેવાતું હોવાનું પણ ચર્ચા માં આવતા તપાસ ચાલુ થઈ છે.

રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતે એક સાથે કોઈ સ્થળ પર હોય અથવા પીડીતા સાથે પણ દેખાયા હોય તેવી તમામ જગ્યાઓ પર સીસીટીવીના ફુટેજ ડિલીટ કરાવી દેવા માટે પોતાના માણસોને એક્ટિવ કર્યાં હોવાનું જણાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર અને લાગવગ ધરાવનાર નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે કાયદાનો ગાળિયો ફિટ થઈ રહ્યો છે.ગોત્રી પોલીસ પાસેથી તપાસ આંચકી લીધા બાદ ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં જ દુષ્કર્મની થીયરીને સમર્થન મળી રહ્યું છે.પોલીસે અશોક જૈનના પુત્રની મોડી રાતે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share Now