વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં બેડરૂમ ફૂટેજ આવ્યા સામે, અશોક જૈન યુવતી સાથે બેડ પર રંગરેલિયા મનાવતો દેખાયો

89

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલામાં ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા છે.યુવતી અને અશોક જૈનના બેડરૂમ ફૂટેજ સામે આવ્યા છે. યુવતી પર થયેલા દુષ્કર્મમાં તેના બેડરૂમમાં રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનની તસવીરો પુરાવા રૂપે પોલીસને સોંપાઇ છે.ત્યારે સવાલ એ ઉભો થયો છે કે આ સ્પાય કેમેરા કોણે લગાવ્યા હતા.તેનું રેકોર્ડિંગ કયાં છે? યુવતીએ આક્ષેપ કર્યો હતો કે અશોક જૈને એસીના પ્લગમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો.

યુવતીએ કહ્યું, અશોક જૈને તેને માર માર્યો

એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો દુષ્કર્મ કેસ હાલ વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.યુવતી એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, રાજુ ભટ્ટ અને અશોક જૈને તેની સાથે હેવાનિયત કરી હતી.તેઓ મારા પર દુષ્કર્મ આચરવા દબાણ કરતા હતા.મારા શરીર પર હજી પણ તેમના મારના નિશાન છે.

આરોપી અશોક જૈનના પુત્રએ પોલીસને પીડિતા સાથેના ચેટિંગ,ઓફિસના સીસીટીવી ફૂટેજ આપ્યાં છે.રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતા પહેલા મને બે-ત્રણ લાફા માર્યા હતા.વાળથી પકડીને તેઓ મને ઘસડીને બેડરૂમમાં લઈ ગયા હતા.જ્યાં તેમણે મને માર માર્યો હતો.તેમણે મને પેઢામાં લાત મારી હતી.જેથી મને હજુ પણ બ્લીડિંગ થઇ રહ્યું છે.હાલ મારી સારવાર ચાલી રહી છે.મને આ બધુ છુપાવવા માટે દબાણ કરાતુ અને ધમકી પણ આપવામાં આવતી હતી.તો બીજી તરફ, પીડિતા યુવતીને ધમકી મળતાં પોલીસે 24 કલાકનું રક્ષણ આપ્યું છે.

અશોક જૈન, રાજુ ભટ્ટ વિદેશ ભાગી ગયાની ચર્ચા

આરોપી સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા વડોદરા પોલીસને ઠેર ઠેર દરોડા પાડ્યા છે.ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન અને બીજી અમદાવાદ રવાના થઈ છે.જોકે, હજી સુધી બંને આરોપી પોલીસ પકડથી દૂર છે.આવામાં એક થિયરી એવી પણ છે કે, આરોપીઓ વિદેશ ભાગી ગયા હોઈ શકે છે.જેથી અમદાવાદ એરપોર્ટ પર પણ પોલીસે તપાસ કરી છે.પોલીસે આરોપીઓ સામે લુક આઉટ સરક્યુલર કાઢી દેશભરના તમામ એરપોર્ટને જાણ કરી છે.

Share Now