”ઉડતા ગુજરાત” ! સુરતમાં નવમા ધોરણનો વિદ્યાર્થી સુરતમાં સ્કૂલબેગમાં અફીણ સાથે પકડાયો

253

સુરત : રાજ્યના મહાનગર સુરતમાંથી નશાના કારોબારને એક ચોંકાવનારો કેસ મળી આવ્યો છે.જેમાં સુરત પોલીસે નશાના નેટવર્કનો પર્દાફાશ કરી થતી હેરાફેરીની અનોખી રીત જણાવી છે.આવા ગેરકાયદેસર ચાલતા ધંધા સામે આંખ લાલ કરીને પગલાં ભર્યા છે.રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.જેમાં નશાના જથ્થાને સુરતમાં ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં આશરે 2 કિલો જેટલો અફીણનો જથ્થો મૂકીને રાજસ્થાનથી સુરતમાં એની ડીલેવરી કરવામાં આવતી હતી.

આવા એક વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટેથી પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.નશાનો ખોટો ધંધો કરનારા હવે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.હાલમાં તો પોલીસે 1.98 લાખના અફીણના જથ્થા સાથે શખ્સને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.આ સ્ટોક કોને આપવાનો હતો અને ક્યાંથી આવ્યો એ અંગે તપાસ ચાલું છે.પુણા પોલીસે જણાવ્યું કે, બાળકની ઉંમર 16 વર્ષની છે.એનું આઘારકાર્ડ મળી આવ્યું છે.જે પાડોશી રાજ્ય રાજસ્થાનનો રહેવાસી છે.જે અફીણ મળી આવ્યું છે એની કિંમત રૂ.198 લાખ ઉપજે છે.વગર પાસ કે પરમીટ વગર હેરાફેરી કરતો આ વિદ્યાર્થી પકડાયો છે.પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ અફીણનો જથ્થો વોન્ટેડ આરોપી ગોપાલ રતનજી શર્મા નામના વ્યક્તિ પાસેથી લેવાયો હતો.જે રાજસ્થાનના ઈટાવા તાલુકો બેગુ જિલ્લો ચિત્તોડગઢનો રહેવાસી છે.સુરતમાં એની ડિલેવરી આપવાની હતી.ડિલેવરી લેનારા અજાણ્યા શખ્સના નામ સરનામાની જાણ નથી.આ ઉપરાંત કોઈ મોબાઈલ નંબર પણ નથી.વિદ્યાર્થીને આ કામ માટે રૂ.5000 રોકડ આપવામાં આવતા હતા.

પોલીસે બે નંગ મોબાઈલ,આધારકાર્ડ,સ્કૂલબેગ એમ કુલ મળીને રૂ.205,000ની મત્તા જપ્ત કરી લીધી છે.જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.અફીણનો જથ્થો મોકલનાર વોન્ટેડ આરોપી ગોપાલ રતનજી શર્મા છે.પોલીસ આ કેસમાં બીજા પાસાઓ પણ તપાસ કરી રહી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી નશાનો કારોબાર ધમધમી રહ્યો છે એના પર કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે .

Share Now