શેર બજાર : સેન્સેક્સમાં 1,050 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 17,301 પર

71

ઝોમેટો અને પેટીએમના શેર ક્રમશઃ 18.48 ટકા અને 5.64 ટકા ઘટીને લિસ્ટિંગ બાદના પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા

નવી દિલ્હી,તા.24 જાન્યુઆરી,સોમવાર : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે સતત પાંચમા સત્રમાં ભારતીય ઈક્વિટી બેન્ચમાર્કમાં ઘટાડો જોવા મળ્યો છે.બપોરના 12:00 વાગ્યા સુધીમાં 30 શેરવાળા બીએસઈ સેન્સેક્સમાં 1,056 પોઈન્ટ એટલે કે, 1.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને ત્યાર બાદ તે 57,981એ પહોંચ્યો હતો.

એ જ રીતે નિફ્ટીમાં 317 પોઈન્ટ એટલે કે, 1.80 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને આ સાથે જ તે 17,301 પર પહોંચી ગઈ છે.

નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.42 ટકા અને સ્મોલકેપ શેર 2.09 ટકા પર વેપાર કરી રહ્યા હતા તે આજે નેગેટિવમાં રહ્યા.

તે સિવાય ઝોમેટો અને પેટીએમના શેર ક્રમશઃ 18.48 ટકા અને 5.64 ટકા ઘટીને લિસ્ટિંગ બાદના પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.

Share Now