હર ઘર તિરંગા અભિયાને 10 લાખ લોકોને રોજગારી આપી, 500 કરોડના તિરંગાનુ વેચાણ

39

નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ,2022 સોમવાર : આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશમાં ચાલેલા હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની લહેર તો જગાવી જ છે પણ લોકોને નરોજગાર પણ આપ્યો છે.વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનુ કહેવુ છે કે, રાષ્ટ્રભક્તિ અને સ્વ રોજગાર સાથે જોડાયેલા અભિયાને દેશના લોકો વચ્ચે કો ઓપરેટિવ વેપારની મોટી શક્યતાઓ સર્જી છે.

આ અભિયાનના કારણે દેશમાં અપેક્ષા કરતા પણ વધારે 30 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનુ વેચાણ થયુ છે અને તેનાથી 500 કરોડનો બિઝનેસ થયો છે.સંગઠનનુ કહેવુ છે કે, 15 દિવસ દરમિયાન દેશમાં મોટી સંખ્યામાં વેપારી સંગઠનોએ 3000થી વધારે તિરંગા યાત્રાના કાર્યક્રમ યોજયા હતા.જેમાં લોકોએ મોટા પાયે ભાગ લીધો હતો.તેમના કહેવા પ્રમાણે દેશના કારીગરોની અદભૂત ક્ષમતાનો પણ પરિચય દુનિયાને મળ્યો છે.કારણકે તિરંગાની અભૂતપૂર્વ ડીમાન્ડને પૂરી કરવા માટે 20 દિવસમાં 30 કરોડથી વધારે ધ્વજનુ પ્રોડક્શન કરાયુ છે.સરકારે ફ્લેગ કોડમાં બદલાવ કરીને પોલિએસ્ટર ઝંડાને પણ સમાવ્યો હોવાથી અને મશિનથી ધ્વજ બનાવવાની પરવાનગી આપી હોવાથી દેશમાં તિરંગા આસાનીથી ઉપલબ્ધ થયા છે.આ અભિયાને 10 લાખ લોકોને રોજગારી આપી છે.

સંગઠનનુ કહેવુ છે કે, દેશમાં સામાન્ય રીતે આઝાદી પર્વે 100 થી 150 કરોડન રાષ્ટ્રધ્વજનુ વેચાણ થતુ હોય છે પણ આ વખતે 500 કરોડના ધ્વજ વેચાયા છે.

Share Now