સાઉદી અરેબિયા સહિત આ ઈસ્લામિક દેશોએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

55

નવી દિલ્હી, તા. 15 ઓગસ્ટ 2022 સોમવાર : ભારત આજે પોતાનો 76 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે.દરમિયાન દેશ-દુનિયામાં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આવી રહી છે.ભારતના મિત્ર અમુક ઈસ્લામિક દેશોએ પણ 15 ઓગસ્ટના અવસરે અભિનંદન સંદેશ જારી કર્યો છે.સાઉદી અરબના કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતને ડિપ્લોમેટિક કેબલ મોકલીને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી છે.

સાઉદી અરબ કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદએ શુભકામના સંદેશ આપતા ભારતના રાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્યની કામના કરી.ડેપ્યુટી વડાપ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝે પણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.સાઉદી અરબે ભારત અને દેશના લોકોની સમૃદ્ધિની કામના કરી છે.

યુએઈના ડેપ્યુટી પીએમ મકતૂમ બિન મોહમ્મદ તરફથી ભારતના રાષ્ટ્રપતિને શુભકામના સંદેશ મોકલવામાં આવ્યો છે.યુએઈના ડેપ્યુટી પીએમએ શુભકામના સંદેશ આપતા કહ્યુ કે આજે ભારત આઝાદી અને વિકાસના 75 વર્ષનો ઉત્સવ મનાવી રહ્યો છે. અમે ભારત અને ભારતીય લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામના આપતા સમૃદ્ધિની કામના કરીએ છીએ.

માલદીવમાં મજલિસના સ્પીકર મોહમ્મદ નશીદે ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી.તેમણે ભારતના પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુના ભારતની આઝાદીની રાત્રે આપવામાં આવેલા પ્રસિદ્ધ ભાષણનો ઉલ્લેખ કરતા લખ્યુ કે આઝાદી મળ્યા બાદથી ભારત એક સૈન્ય અને આર્થિક વિશ્વ શક્તિ બની ગયો છે.જેણે પોતાના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ દેશવાસીઓએ સ્વતંત્રતા દિવસની શુભકામના.

ભારતના મિત્ર દેશ ઈરાન તરફથી કંઈક અલગ રીતે ભારતને શુભકામના આપવામાં આવી છે.ઈરાન તરફથી ટ્વીટર પર જારી એક વીડિયોમાં એક બાળકી સ્વતંત્રતા દિવસની શુભકામના આપતા ભારતીય રાષ્ટ્રગાનની ધૂન વગાડતી જોવા મળી રહી છે. સાથે જ ટ્વીટમાં લખ્યુ છેકે ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામના.લોકતંત્રની ભાવના ભારતના તમામ લોકોને વધુને વધુ પ્રગતિ,સમૃદ્ધિ અને ખુશી તરફ લઈ જાય.

કતારના વિદેશ મંત્રાલયે ભારતને આઝાદી દિવસની શુભકામના આપતા ટ્વીટ કરી છે.ખાડી દેશ બહરીન તરફથી પણ ભારતને 76મા સ્વંતત્રતા દિવસના અવસરે શુભકામના સંદેશ મોકલવામાં આવ્યા છે.મલેશિયાએ પણ ભારતને આઝાદી દિવસે દિલથી અભિનંદન પાઠવ્યા છે.ઈસ્લામિક દેશ ઓમાને ભારતને 76મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપવામાં આવી છે. ઓમાનના સુલતાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આઝાદી દિવસના અવસરે શુભકામનાઓ આપી છે.

Share Now