ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર હતા આ નિશાન, તમારા શરીર પર છે કે નહીં તે ખાસ ચેક કરો

62

ભગવાન શ્રીકૃષ્ણને 16 કળા સંપન્ન ગણવામાં આવે છે.તે એક મહાન વક્તા અને મોટિવેટર હતા.તેમનો જન્મ જ દુનિયાને કર્મ અને પ્રેમનો પાઠ ભણાવવા માટે થયો હતો.શ્રીકૃષ્ણએ યુદ્ધ શરૂ થતા પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો અને કહેવાય છે કે તેમના મુખમાં બ્રહ્માંડ સમાયેલું હતું.કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર કેટલાક એવા નિશાન હતા જેમને અત્યંત શુભ માનવામાં આવે છે.

જો તમારા શરીર ઉપર પણ આવા નિશાન હોય તો તમે ખુશહાલી, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મેળવશો.

બગલમાં તલ

જે વ્યક્તિના જમણા હાથની બગલમાં તલ હોય તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ જીવનમાં ઘણા સંઘર્ષ બાદ મોટી સફળતા મેળવે છે.જો તલ કે મસો ડાબા હાથની બગલમાં હોય તો તે વ્યક્તિએ હંમેશા સચેત રહેવું જોઈએ.

માછલી

ભગવાન વિષ્ણુએ માછલી સ્વરૂપમાં એક અવતાર લીધો હતો.શ્રીકૃષ્ણની હથેળી અને પગ ઉપર પણ માછલી જેવા નિશાન હતા.એવું કહેવાય છે કે શરીર પર માછલીનું નિશાન પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાય છે.

હથેળી પર તલ

જે લોકોની હાથની હથેળીમાં તલ હોય તેઓ ખુબ જ મહેનતું અને વિનમ્ર સ્વભાવના હોય છે.એવી માન્યતા છે કે તેમનું દાંપત્ય જીવન પણ ખુબ જ ખુશહાલ હોય છે.

ત્રિભુજ

જો તમારા શરીર ઉપર પણ ભગવાન શ્રીકૃષ્ણની જેમ ત્રિભુજનું નિશાન છે તો સમજી લો કે આગળ જઈને તમે લખલૂટ સંપત્તિના માલિક બનવાના છો.જેમના શરીર પર આ પ્રકારના નિશાન હોય તેઓ સારા વક્તા હોવાની સાથે સાથે ખુબ જ પ્રગતિ પણ કરે છે તથા સારા લોકો સાથે તેમની મુલાકાત થાય છે.

અર્ધ ચંદ્ર

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણના પગના તળિયા પર અર્ધ ચંદ્રાકાર બનેલો હતો.જે રીતે ભગવાન શિવના માથા પર જોવા મળે છે તેમ આ નિશાન બરાબર તેવું જ હતું.એવી માન્યતા છે કે જે લોકોના શરીર પર અર્ધચંદ્રાકાર હોય છે તેઓ કરિયરમાં અનેક ઊંચાઈઓને આંબે છે.

શંખ

કહેવાય છે કે શ્રીકૃષ્ણના તળિયા પર એક શંખ જેવી આકૃતિ પણ હતી.ભગવાન વિષ્ણુના એક હાથમાં પણ હંમેશા શંખ રહે છે.આ શંખનો ધ્વનિ અંતરાત્મા સુદ્ધાને જગાડી દે ચે.જો તમારા શરીર પર શંખ જેવું નિશાન હોય તો સમજી લો કે તમારા જીવનમાં સફળતાની સાથે સાથે સુખ અને શાંતિ પણ મળશે.

કાન પર તલ

જો તમારા કાન પર તલ હોય તો તમારે તમારી જાતને ખુબ ભાગ્યશાળી માનવા જોઈએ.કહેવાય છે કે આવા લોકોને જીવનમાં મોટાભાગે સંઘર્ષ વગર જ ઘણું બધુ મળી જતું હોય છે.

તીર કમાન

જે લોકોના પગ પર તીરકમાન જેવા નિશાન હોય તેઓ જીવનમાં ખુબ સંઘર્ષ કરે છે અને તેમને સફળતા પણ એટલી મળે છે.આ નિશાન શુભ ગણાય છે અને તીરકમાન નું નિશાન શરીરના નીચલા ભાગમાં હોય તો વ્યક્તિને મોટી સફળતાઓ અને ઉપલબ્ધિઓ મળે છે.

Share Now