તહેવારની સિઝનમાં આ વર્ષે 48% લોકો વધુ ખરીદી કરશે : કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ

28

– ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની Axis My Indiaએ એના ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા.આ ઇન્ડેક્સ વિવિધ મુદ્દાઓ પર ગ્રાહકોના વિચારો કે અભિપ્રાયોનું માસિક વિશ્લેષણ છે

મુંબઈ : એક્સિસ માય ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સર્વેમાં જણાવ્યા મુજબ, 48 ટકા ગ્રાહકો ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તહેવારની સિઝન દરમિયાન વધારે ઉત્પાદનોની ખરીદી કરશે.તહેવારના ઉત્સાહનું ઊંડું વિશ્લેષણ કરતાં સર્વે દર્શાવે છે કે, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તહેવારની સિઝનમાં 20 ટકા વધુ લોકો ખરીદી કરવાની યોજના ધરાવે છે. જોકે 32 ટકા ગયા વર્ષ જેટલી જ ખરીદી કરવાનું વિચારી રહ્યાં છે.

નવા ટ્રેક્ટર પ્રત્યે ખેડૂતોના સેન્ટિમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો સર્વેમાં જાણકારી મળી હતી કે, 10 ટકા ખેડૂતો આગામી વર્ષમાં નવું ટ્રેક્ટર ખરીદવાની યોજના ધરાવે છે, તો 3 ટકા અને 2 ટકા અનુક્રમે 6 મહિના અને 3 મહિનાની અંદર નવું ટ્રેક્ટર ખરીદવાની યોજના ધરાવે છે.ઉપરાંત 86 ટકા ખેડૂતો પોતાનું ટ્રેક્ટર ધરાવતા નથી.

61 ટકા લોકો ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ પસંદ કરે છે

મોબાઇલ એપ્સ સાથે સરેરાશ ગ્રાહકો તેમના સ્માર્ટફોન પર 9 એપ ધરાવે છે. 16 ટકા તેમના સ્માર્ટફોન દ્વારા ઓછામાં ઓછી 4થી 8 એપનો ઉપયોગ કરે છે તો 22 ટકા 8થી વધારે એપ ધરાવે છે. 24 ટકા ઉત્તરદાતાઓએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ફીચર ફોનનો ઉપયોગ કરે છે.સર્વેમાં વધુ ખુલાસો થયો હતો કે, મોટા ભાગના 61 ટકા લોકો તેમના મોબાઇલ/હોમ ટીવી પર યુટ્યુબ/ઓટીટી જેવી ઓનલાઇન વીડિયો કન્ટેન્ટ જુએ છે.32 ટકા લોકો ટીવી પર જાહેરાતો પર ધ્યાન આપે છે, તો 26 ટકા ઓનલાઇન માધ્યમો પર જાહેરાતો પર ધ્યાન આપે છે.ફક્ત 17 ટકા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાહેરાતો પર ધ્યાન આપે છે, 15 ટકા પ્રિન્ટમાં, 6 ટકા આઉટડોર અને 2 ટકા રેડિયો પર જાહેરાતો પર ધ્યાન આપે છે.

– 61% પરિવારો માટે સંપૂર્ણ ઘરખર્ચ વધ્યો છે, નેટ સ્કોર +53
– 46% પરિવારો માટે આવશ્યક ઉત્પાદનોનો ઉપભોગ વધ્યો છે, નેટ સ્કોરમાં +3નો વધારો
– 37% પરિવારો માટે આરોગ્ય સંબંધિત ચીજવસ્તુઓનો વપરાશ વધાર્યો છે, જે ગયા મહિના કરતાં 1% ટકા ઘટ્યો
– 7% પરિવારો માટે પ્રવાસમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 1%નો વધારો છે
– 15% ખેડૂતો આગામી એક વર્ષમાં નવું ટ્રેક્ટર ખરીદવાની યોજના ધરાવે છે

એક્સિસ માય ઈન્ડિયાના એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “મહામારી અને તેની સાથે સંબંધિત નિયંત્રણોને કારણે તહેવારની છેલ્લી બે સિઝનમાં સમાધાન કર્યા પછી ચાલુ વર્ષે ગ્રાહકો તહેવારો દરમિયાન વધારે ખરીદી કરવાની અપેક્ષા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ તમામ આવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનોમાં ખર્ચમાં આંશિક વધારો જોઈ શકે છે.વળી પરિવહન કે અવરજવરના સેન્ટિમેન્ટમાં સુધારો વધુને વધુ લોકો સ્ટોર્સ અને મોકલનો અનુભવ મેળવવા,ખરીદી કરવા અને ભેટસોગાદ આપવાની મજા લઈ રહ્યાં છે.

Share Now