ગૌતમ અદાણી કંઈ મોટું કરવા જઈ રહ્યા છે? શોધી રહ્યા છે M&A ચીફ

43

– ગૌતમ અદાણી 141 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.
– આ વર્ષે તેમની નેટવર્થમાં 61 અબજ ડોલર કરતા વધારેનો વધારો થયો છે.
– ફેબ્રુઆરીમાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બન્યા હતા.

નવી દિલ્હી : એશિયા અને ભારત સૌથી ધનવાન ગૌતમ અદાણી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.તાજેતરના મહિનાઓમાં અદાણી ગ્રૂપેએ ઘણા સેક્ટરમાં ઘણી કંપનીઓ ખરીદી પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે.ગ્રૂપને પોતાની મર્જર એન્ડ એક્વિઝિશન સ્ટ્રેટેજી માટે નવા ચીફ જોઈએ છે.તેનું કારણ એ છે કે, હાલમાં જે આ કામ સંભાળી રહ્યા છે,તેમને ટૂંક સમયમાં જ નવા બિઝનેસ વર્ટિકલમાં મોકલવાની તૈયારી છે.બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડમાં મર્જર એન્ડ એક્વિઝિશનનું કામ કરી રહેલા વિનોદ બહેતીને નવી ભૂમિકા સોંપવામાં આવી શકે છે.ડીલ મેકિંગની પ્રક્રિયાને ઝડપી કરવા માટે અદાણી ગ્રૂપે સંભવિત ઉમેદવારોનો સંપર્ક સાધ્યો છે.

અદાણી ગ્રૂપને કોલસા બિઝનેસથી પોતાની શરૂઆત કરી હતી,પરંતુ તે પછી તેણે ઘણા ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે.તેમાં ડેટા સેન્ટર,એરપોર્ટસ,ડિજિટલ સર્વિસીઝ,મીડિયા અને હેલ્થકેર સામેલ છે.આ ગ્રૂપ હાલમાં દેશનું મોટું પ્રાઈવેટ સેક્ટર પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર,સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને કોલ માઈનર છે.અદાણી ગ્રૂપે તાજેતરમાં એનડીટીવીને ખરીદવાની જાહેરાત કરી હતી.સાથે જ તેણે સ્વિસ કંપની હોલ્સિમ એજીના ભારતીય બિઝનેસને 10.5 અબજ ડોલરમાં ખરીદવાની સીમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી મારી છે.અદાણીએ ગ્રીન એનર્જી પર પણ 70 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અદાણી ગ્રૂપને વોરબર્ગ પિનકસ અને ટોટલએનર્જીસ એસઈ જેવી કંપનીઓ પાસેથી રોકાણ મળેલું છે.ગત કેટલાક વર્ષોમાં અદાણીની નેટવર્થ રોકેટ ગતિએ વધી રહી છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણી 141 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.આ વર્ષે તેમની નેટવર્થમાં 61 અબજ ડોલર કરતા વધારેનો વધારો થયો છે.ફેબ્રુઆરીમાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બન્યા હતા.

દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે ગૌતમ અદાણી

તે પછી એપ્રિલમાં અદાણીની નેટવર્થ 100 અબજ ડોલરને પાર પહોંચી ગઈ હતી.ગત મહિને તેમણે માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડ્યા હતા.હવે તેઓ ફ્રાંસના બિઝનેસમેન બર્નાર્ડ આરનોલ્ટને પછાડી દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.દુનિયાના અમીરોની યાદીમાં હવે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ જ તેમનાથી આગળ છે.

Share Now