જગજાહેર થઇ બબાલ, પાકિસ્તાની ખેલાડીએ બોલરને મારવા ઉગામ્યું બેટ!

47

– અફઘાન બોલર અને પાક. ક્રિકેટર વચ્ચે થઇ બોલાચાલી
– બેટ્સમેને બોલરને ધક્કો માર્યો

પાકિસ્તાને બુધવારે એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ‘સુપર ફોર’ મેચમાં અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.આ મેચમાં એવો હંગામો થયો હતો,જેના કારણે બંને ટીમના ખેલાડીઓ વચ્ચેના મેદાન પર સામસામે આવી ગયા હતા.

આસિફ અલી અફઘાન બોલરને બેટ બતાવે છે

બન્યું એવું કે 19મી ઓવરના પાંચમા બોલ પર પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી અફઘાન બોલર ફરીદ અહમદની બોલ પર મોટો શોટ રમતા કેચ આઉટ થયો હતો.આ પછી અફઘાન બોલર ફરીદ અહેમદે આસિફ અલી તરફ આક્રમક રીતે ઉજવણી કરી હતી.આ પછી ફરીદ અહેમદની સેલિબ્રેટરી સ્ટાઈલથી ગુસ્સે થઈને પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ પહેલા બોલરને ધક્કો માર્યો અને પછી તેને તેનું બેટ બતાવ્યું.જ્યારે આસિફ અલીએ બેટ ઉપાડ્યું ત્યારે અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ વચ્ચે આવીને તેને રોક્યો હતો.તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની આ જીતથી ભારતીય ટીમની અફઘાનિસ્તાનની સાથે ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે.પાકિસ્તાને જીત માટેના 130 રનના લક્ષ્‍યાંકને 19.2 ઓવરમાં નવ વિકેટે હાંસલ કરી લીધો હતો.ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને મેચ જીતી લીધી હતી.પાકિસ્તાને એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ‘સુપર ફોર’ મેચમાં અફઘાનિસ્તાનને હરાવી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.પાકિસ્તાનની આ જીત સાથે અફઘાનિસ્તાનની સાથે ભારતીય ટીમની પણ ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે.

Share Now