શ્રદ્ધા થી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ

26

અમદાવાદ,તા.10 સપ્ટેમ્બર 2022,શનિવાર : શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ,ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે.આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજે ૧૦ સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ ૨૫ સપ્ટેમ્બર રવિવારે થશે શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે.આજે આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતા નું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે.

ક્યારે કરવું શ્રાદ્ધ

પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમ થી શરૂ કરી અમાસ સુધીની ૧૬ તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા ની જે તેથી હોય તે જ તિથિ એ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવા માં આવે છે.અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપપિત્રી અમાસે કરવામાં આવે છે.પિતૃપક્ષ ૧૬ દિવસ સુધી ચાલવાના છે ત્યારે કયા દિવસે કઈ તિથિ છે તે પણ જાણી લો

૧૦ સપ્ટેમ્બર શનિવારે પૂર્ણિમા શ્રાદ્ધ- એકમનું શ્રાદ્ધ

૧૧સપ્ટેમ્બર રવિવારે બીજનું શ્રાદ્ધ

૧૨ સપ્ટેમ્બર સોમવારે ત્રીજનું શ્રાદ્ધ

૧૩ સપ્ટેમ્બર મંગળવાર ચોથનું શ્રાદ્ધ

૧૪ સપ્ટેમ્બર બુધવાર પાંચમનું ભરણી શ્રાદ્ધ

૧૫ સપ્ટેમ્બર ગુરૂવાર છઠનું શ્રાદ્ધ

૧૬ સપ્ટેમ્બર શુક્રવાર સાતમનું શ્રાદ્ધ

૧૭ સપ્ટેમ્બર શનિવાર પડતર દિવસ

૧૮ સપ્ટેમ્બર રવિવાર આઠમનું શ્રાદ્ધ

૧૯ સપ્ટેમ્બર સોમવાર નોમનું સૌભાગ્યવતી શ્રાદ્ધ

૨૦ સપ્ટેમ્બર મંગળવાર દશમનું શ્રાદ્ધ

૨૧ સપ્ટેમ્બર બુધવાર અગિયારસનું શ્રાદ્ધ

૨૨ સપ્ટેમ્બર ગુરૂવાર બારસનું શ્રાદ્ધ

૨૩ સપ્ટેમ્બર શુક્રવાર તેરસનું મઘા શ્રાદ્ધ

૨૪ સપ્ટેમ્બર શનિવાર ચૌદશનું અસ્ત્ર શસ્ત્ર અકસ્માત મૃત્યુ થયું હોય તેનું શ્રાદ્ધ

૨૫ સપ્ટેમ્બર રવિવારે સર્વ પિતૃ અમાસનું જેની તિથિ ખ્યાલ નથી તેવા અને જે લોકોનું અકાળે મૃત્યુ થયું છે અથવા જેમના મૃત્યુ વિશે કઈજ યાદ ના હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ માટે સર્વપિતૃ મોક્ષ અમાસનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે.

ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમ દેવના આદેશથી પિતૃ લોક થી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશય થી શ્રાદ્ધ ભોજ ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે તૃપ્ત થવાની આશાએ આવે છે જે તેમની આશા શ્રાદ્ધ પક્ષમાં પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે, માટે જ તે પિતૃ દેવોના આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે માટે આ હેતુ થી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે માટેજ ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધને પરમ પુણ્ય કર્મ ગણેલ છે.

શાસ્ત્રો અનુસાર ભીષ્મ પિતાએ તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલ ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલ તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજા ઓ ઋષિઓ,અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને અનેક શ્રેષ્ઠ માનવીઓએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે.

શ્રાદ્ધ અંગે વધુ જણાવતાં જયોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવિત મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃતર્પણ થી પિતૃઓ તૃપ્ત થાય છે અને અનેક ઘણા આશીર્વાદ આપે છે.જેના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે.તેના ફળ સ્વરૂપે સંતતિ સંપત્તિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોગ અને દોષો શાંત થાય ઉત્તમ આરોગ્ય મળે છે દરેક જગ્યાએ સફળતા મળે છે.યસ નામ પ્રતિષ્ઠા વધે છે દેવી દેવતાઓ પણ આશિર્વાદ આપે છે.માટે જ શાસ્ત્રમાં આ શ્રાદ્ધ કર્મ ને સૌથી શ્રેષ્ઠ પુણ્ય કર્મ ગણ્યું છે

Share Now