તાઈક્વાન્ડો જુનિયર ચેમ્પિયનશીપમાં ડાયનામિક વૉરિયર એકેડેમી સુરતના 2 પ્લેયર્સ બ્રોન્ઝ મેડલ જીત્યા

45

સુરત ,તા.10/09/2022 : ગત તારીખ 25 ઑગસ્ટથી 28 દરમ્યાન વિયેતનામ ખાતે 11મી આંતરાષ્ટ્રીય જુનિયર તાઈક્વાન્ડો ચેમ્પિનયનશીપ સ્પર્ધા યોજાય હતી જેમાં સુરત સ્થિત ડાયનામિક વોરિયર માર્શલ એકેડેમીના કુલ 5 તાઈક્વાન્ડો પ્લેયર્સએ આ સ્પર્ધામાં ભાગ લીઘો હતો જેમાં એકેડેમીના 2 પ્લેયર્સને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં ભાગ લેનારા બંને પ્લેયર્સને બ્રોન્ઝ મેડલ મળતા અન્ય પ્લેયર્સ અને સુરતના રમતગમત ક્ષેત્રે જોડાયેલાં નવયુવાનોનો જુસ્સો વધ્યો છે.આ આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 20 પ્લેયર્સએ ભાગ લીધો હતો જેમાં 10 છોકરા અને 10 છોકરીઓ જોડાઈ હતી.જેમાં સુરત સ્થિત ડાયનામિક વૉરિયર એકેડેમીના 5 પ્લયેયર્સ પણ સામેલ થયા હતા.ડાયનામિક એકેડમીના મિહિર નલિયાપરા,નીર્વી હેક્કડ,ઝેના રાજા,કામ્યા મલ્હોત્રા અને ધ્રુવાંક જૈનએ ભાગ લીધો હતો.આ ટીમના કોચ તરીકે ડાયનામિક વૉરિયર એકેડેમીના માર્શલ આર્ટ સ્પેશિયાલિસિટ પમીર શાહ પણ ટુર્નામેન્ટમાં જોડાયા હતા જેમના માર્ગદર્શન હેઠળ આ 5 પ્લેયર્સ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો જે પૈકી મિહિર નલિયાપરા અને નીર્વી હેક્કડએ બ્રોન્ઝ મેડલ જીતી સુરત શહેર અને દેશનું નામ રોશન કર્યું છે.

આ ચેમ્પિયનશિપમાં બોયઝ કેટેગરીમાં મિહિર નલિયાપરાએ હોંગકોંગ અને ચાઈનાના પ્લેયર્સ સામે કડક મુકાબલો કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો જયારે ગર્લસ કેટેગરીમાં નીર્વી હેક્કડએ નેપાળને હરાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.મિહિર બે મહિના અગાઉ જ વર્લ્ડ સ્કૂલ ગેમ્સ કે જે પેરિસમાં યોજાય હતી તેનું પણ પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે.જયારે નીર્વી હેક્કડ પણ 2018-2019 માં એશિયન વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મિહિર,નીર્વી,ઝેના અને કામ્યા ગત મહિને જ વર્લ્ડ જુનિયર તાઈક્વાન્ડો ચેમ્પિયનશિપ કે જે બુલ્ગેરિયામાં યોજાય હતી તેમાં પણ ભાગ લઇ ચુક્યા છે.આ તમામ પ્લેયર્સ ગુજરાત સ્પોર્ટ્સ ઑથોરિટી દ્વારા ચાલતી COE એકેડેમીના એક્સપર્ટ કોચ અમાનકુમારની આગેવાનીમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે.તાઈક્વાન્ડો એ એક ઓલમ્પિક સ્પોર્ટ્સ છે અને સુરત શહેર હવે સમગ્ર વિશ્વમાં સૌથી સારું પરફોર્મન્સ આપીને તાઈક્વાન્ડોના હબ તરીકે ઉભરી રહ્યું છે.મેડલ અને જુનિયર ચેમ્પયનશિપમાં એક જ એકેડેમી દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવવામાં ડાયનામિક વૉરિયર માર્શલ આર્ટ અકેડેમીએ ઇતિહાસ રચ્યો છે.સુરતના બે પ્લેયર્સએ તાઈક્વાન્ડો ચેમ્પયનશીપમાં એવોર્ડ મેળવી સમગ્ર શહેર અને દેશનું નામ સ્પોર્ટ્સ ક્ષેત્રે રોશન કરતા રમતગમત પ્રેમીઓ અને અન્ય સ્પોર્ટ્સના રમતવીરોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાયો છે.ગુજરાતીઓ માત્ર વ્યાપાર જ કરે જે સિલસિલો હવે તૂટી રહ્યો છે અને ગુજરાતી સ્પોર્ટ્સ અકેડેમીઓમાં ભાગ લેતા પ્લેયર્સ રમતગમતના મેદાનમાં ડંકો વગાડી રહ્યા છે.સુરત સ્થિત ડાયનામિક તાઈક્વાન્ડો માર્શલ એકેડેમીમાં તાઈક્વાન્ડો શીખવા પાંચ વર્ષથી લઇ અન્ય મોટી ઉંમરના તાઈક્વાન્ડો પ્લેયર્સ તાલીમ લઇ રહ્યા છે.આ તાઈક્વાન્ડો એકેડેમીના હેડ પમીર શાહ છેલ્લા 20 વર્ષથી ટ્રેનિંગ આપી રહ્યા છે.જેમને ટ્રેનિંગ આપવા માટે કોરિયન સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમજ બેસ્ટ માર્શલ આર્ટ અકેડેમીનો એવોર્ડ પણ એમની સંસ્થાને મળી ચુક્યો છે તેમજ શહેરમાં ડાયનામિક વૉરિઅર માર્શલ આર્ટ એકેડેમીની કુલ 8 બ્રાન્ચ કાર્યરત છે જેમાં હજરો નવયુવાનો તાઈક્વાન્ડોની ટ્રેનિંગ લઇ રહ્યા છે.

Share Now