બોયકોટના ટ્રેન્ડ વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’એ રચ્યો ફ્લોપ થવાનો ઈતિહાસ? જાણો પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

65

– અયાને બ્રહ્માસ્ત્રના પહેલા દિવસનું વર્લ્ડ વાઈડ કલેક્શન શેર કર્યું
– ટ્વિટર પર ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ બાદ પણ લોકો બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યાં છે

ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ફિલ્મને બનાવવા માટે લગભગ 8 વર્ષ આપ્યા છે અને ફિલ્મના રિવ્યુ અને કલેક્શન રિપોર્ટ્સ પછી લાગે છે કે તેમની મહેનત સફળ થઈ રહી છે.રણબીર કપૂર,આલિયા ભટ્ટ,નાગાર્જુન,અમિતાભ બચ્ચન,શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે,તો બીજી તરફ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ ‘બ્રહ્માસ્ત્ર 2ની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.જોકે, આ પહેલા અમે તમને બ્રહ્માસ્ત્રના પહેલા દિવસની બોક્સ ઓફિસ કમાણી વિશે જણાવીએ.

બ્રહ્માસ્ત્રના ઓપનિંગ ડે કલેક્શન શું છે

બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે.એક તરફ, જ્યાં ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો,તો બહિષ્કાર વચ્ચે થિએટર્સમાં બ્રહ્માસ્ત્ર જોવા લોકોની પડાપડી જોવા મળી છે.અને એડવાન્સ બુકીંગ પણ સૌથી વધારે નોંધાઈ ગયુ છે. boxofficeindia.comના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 35-36 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.રિપોર્ટ અનુસાર, નોન-હોલિડે રિલીઝ પર આ પ્રકારનું કલેક્શન હિન્દી સિનેમા માટે ઈતિહાસ રચવા જેવું છે.અગાઉ બાહુબલી-2 ફિલ્મે આવી બમ્પર કમાણી કરી હતી.તમને એ પણ જણાવી દઈએ કે, ડિરેક્ટર અયાન મુખર્જીએ હાલમાંજ સમગ્ર વિશ્વના બોક્સ ઓફિસ કલેક્શનની રકમ શેર કરી હતી.જેમાં બ્રહ્માસ્ત્ર એ પ્રથમ દિવસે વર્લ્ડ વાઈડ 75 કરોડ જેટલી કમાણી કરી છે.

દક્ષિણ ભારતમાં પણ સારું કલેક્શન

બ્રહ્માસ્ત્રના હિન્દી સંસ્કરણે લગભગ 32-33 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.તે જ સમયે, અન્ય ભાષાઓમાં રિલીઝ વર્ઝનથી લગભગ 3 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના તમામ સાઉથ વર્ઝન લગભગ 9-10 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યા છે.તે જ સમયે, ફિલ્મે તેલુગુ દર્શકોમાં પણ સારું કલેક્શન કર્યું છે.અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 9 સપ્ટેમ્બર, 2022 ના રોજ હિન્દી,તમિલ,તેલુગુ,મલયાલમ અને કન્નડ એમ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે તેવી આશા છે.જો કે, અમે તમને જણાવી દઈએ કે આ પ્રારંભિક વલણો છે અને હજુ પણ આેફિશીયલ આંકડાઓ બહાર આવ્યા નથી.

Share Now