ચીનમાં 656 ફુટ ઊંચી એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, દ્રશ્ય જોઇને 9/11 ની યાદો થશે તાજા : જુઓ વિડિઓ

79

નવી દિલ્હી,તા.16 સપ્ટેમ્બર 2022,શુક્રવાર : ચીનની રાજધાની બેઇજિંગમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.આગના કારણે ઈમારત બળીને રાખ થઈ ગઈ છે.આ ઘટના રાજધાનીના ચાંગશા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ચીનની આ 656 ફુટ ઊંચી બિલ્ડિંગ 2000માં બની હતી.રાજ્ય મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, આ સમયે જાનહાનિની ​​સંખ્યા વિશે કોઈ માહિતી હજુ સુધી મળી નથી.આ ઘટનામાં આગ પછી,ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળતા હતા.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને રાહત કાર્ય શરૂ કર્યું હતુ.હાલ આગ લાગવાના કારણ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.અહેવાલો અનુસાર આ ઈમારતમાં સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઈના ટેલિકોમનું કાર્યાલય હતું.આગમાં એક બહુમાળી ઈમારત બળીને રાખ થઈ ગઈ હતી.સીસીટીવી દ્વારા જાહેર કરાયેલા ફોટામાં આગ લાગી હતી તે બિલ્ડિંગની વચ્ચેથી ભીષણ જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે.

Share Now