વલસાડના ધરમપુરની શાળામાં કામુક રસોઈયાએ વિદ્યાર્થીનીઓના ન્હાતા વીડિયો ઉતાર્યા

56

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પંજાબના મોહાલીવાળી ઘટના બની છે.વલસાડના ધરમપુરની ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે શાળામાં કામ કરતા રસોઈયાએ વિદ્યાર્થિનીઓના ન્હાતા ફોટો અને વીડિયો બનાવ્યા છે.

વિધાર્થીનીઓએ ભેગા થઈને હોબાળો મચાવ્યો

વલસાડની શાળામાં પણ માહોલીવાળી ઘટના બની છે.શાળાના રસોઈયાએ શાળાની વિદ્યાર્થીનીઓના ન્હાતા ફોટો અને વીડિયો બનાવ્યા છે એટલુ જ નહિ,આ રસોઈયો વિદ્યાર્થિનીઓને અસભ્ય વાતો કહેતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે.ત્યારે વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈને આ મામલે હોબાળો કર્યો હતો.ત્યારે આ મામલે વિધાર્થીનીઓએ ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરી છે.આ મામલાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપ્યા છે.વિદ્યાર્થીનીઓ તથા વાલીઓએ ગૃહમાતા અને રસોઇયાને હટાવવાની માંગ કરી છે.ત્યારે ગુજરાતની એક શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

મેનુ મુજબના ભોજન પણ નહીં મળતું હોવાની ફરિયાદ

ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા,કરચોંડ તથા ધરમપુરમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો.તેઓએ શાળાના મેનુ મુજબના ભોજન નહીં મળતું હોવાની ફરિયાદ કરી.તેમજ શાળાનો રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમારા જમવામાં પણ કેટલીક વખત ઈયળો નીકળે છે.

Share Now