CBDTએ કલમ ૧૯૪આર સંબંધે કરેલી ઉપયોગી ચોખવટ

50

અહીં યાદ દેવડાવવું ઘટે કે રોકડમાં અથવા કોઈ ચીજવસ્તુ સ્વરૂપે બેનિફિટ કે પર્ક્વિઝિટ આપવામાં આવે અને એનું મૂલ્ય ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોય તો કલમ ૧૯૪આર લાગુ થતી નથી. ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ મૂલ્ય હોય તો જ આ કલમ લાગુ પડે છે.પોતાના બિઝનેસ/પ્રોફેશનના ભાગરૂપે કોઈ વ્યક્તિને આપવામાં આવતા બેનિફિટ કે પર્ક્વિઝિટ સંબંધે ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૨માં કલમ ૧૯૪આર ઉમેરવામાં આવી છે અને આપણે એના વિશે અગાઉ વાત કરી ગયા છીએ.અહીં યાદ દેવડાવવું ઘટે કે રોકડમાં અથવા કોઈ ચીજવસ્તુ સ્વરૂપે બેનિફિટ કે પર્ક્વિઝિટ આપવામાં આવે અને એનું મૂલ્ય ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોય તો કલમ ૧૯૪આર લાગુ થતી નથી. ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ મૂલ્ય હોય તો જ આ કલમ લાગુ પડે છે.

હવે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) ૨૦૨૨ની ૧૪ સપ્ટેમ્બરે બહાર પાડેલા પરિપત્રક ક્ર. ૧૮ દ્વારા આ કલમ સંબંધે કેટલીક વધારાની ચોખવટ કરવામાં આવી છે.ધારો કે શાલિની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેણે કંપની ‘એ’ને કંપનીની સ્થાપના કરવાને લગતી સર્વિસિસ પૂરી પાડી છે.એના માટે ૫૦,૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવી હતી.આ સર્વિસિસ પૂરી પાડતી વખતે તેણે પ્રવાસના ૩૫,૦૦૦ અને રજિસ્ટ્રેશનના ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે કંપનીએ રીઇમ્બર્સ કર્યો.

Share Now