વિસનગરના બાસણા ગામે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન : જેલ મુક્તિ માટે હવન પણ કરાયો

34

– આ સંમેલનમાં સવારથી જ મોટી સંખ્યામાં જનમેદની ઊમટી
– સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમની પાઘડી મૂકવામાં આવી

સરકાર સામે મંડાયેલ વિરોધ નો “ વા” ઓછુ થવાનું નામ લેતો નથી.ઉલટાનો વિરોધનો વંટોળ ગતિ પકડતો દેખાય છે એ પછી સરકારી કર્મચારીઓનો વિરોધ,વિપક્ષનો વિરોધ હોય કે પછી ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનો વિરોધ હોય.ચારે કોરથી સરકાર વિરોધનાં વંટોળથી ઘેરાયેલી જોવા મળી રહી છે.

ગુજરાત સરકારે જ્યારથી અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે ત્યારથી આંજણા ચૌધરી સમાજ દ્વારા ઉગ્ર રોષ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે.મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાના બાસણા ગામના અર્બુદા ધામમાં યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું છે.વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં સદભાવના યજ્ઞ અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલનમાં વિપુલ ચૌધરી ગેરહાજરીમાં તેમની પાઘડી મૂકવામાં આવી હતી.આ મહાસંમેલનમાં વહેલી સવારથી બહોળી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો તેમજ આંજણા ચૌધરી સમાજના લોકો ઉમટી રહ્યા છે.

આ સંમેલનમાં સવારથી જ મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી છે.લોકો ગામેગામથી ટ્રેક્ટર,ગાડીઓ,લક્ઝરી બસો લઈને આંજણા ચૌધરી સમાજ ઊમટી પડ્યા છે.ગામેગામેથી ટ્રેક્ટરો,ગાડી,લક્ઝરી સહિતનાં સાધનોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાઈ રહી છે,જેને જોતાં સઘન પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ અર્બુદા મંદિરમાં સદભાવના યજ્ઞ યોજવામાં આવ્યો હતો.જેમાં અર્બુદા સેનાનું સંગઠન જળવાઈ રહે અને સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ માંથી મુક્તિ થાય તે માટે આ હવન યોજવામાં આવ્યો હતો.

Share Now