રાજકોટ, તા. ર3 : વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો થયા છે.બદલીઓના દૌર ચાલી રહ્યો છે ત્યારે વધુ 169 પીએસઆઇની બદલી કરાઇ છે.જેમાં 33 સૌરાષ્ટ્રના છે.જયારે અન્ય 13 પીએસઆઇની અગાઉ બદલી થયેલી જે રદ કરી નવી જગ્યાએ મુકાયા છે.રાજકોટ શહેરના બી.બી.કોડીયાતરને જામનગર,આર.એન.હાપલીયાને વલસાડ,વી.સી.પરમાર,વી.એમ.ડોડીયા અને આર.એલ.સાંકળીયાને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.તેમજ એમ.જ.રાઠોડની સુરત ગ્રામ્યમાં બદલી થઇ છે.આ તરફ રાજકોટ ગ્રામ્યના પીએસઆઇની અગાઉ બદલી થયેલી, આ તરફ કાલની બદલીમાં જામનગરના સંદીપ રાદડીયાને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.અમદાવાદના જે.એમ.ઝાલા,કે.એમ.ચાવડા,કે.એસ.ગરચર,વડોદરાના ધર્મેન્દ્ર રાખોલીયા,પોરબંદરના હરદેવસિંહ ગોહિલ,ભાવનગરના ઇન્દ્રજીતસિંહ જાડેજા,રજનીબેન ભીમાણી,મહેશકુમાર યાદવને પણ રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.
રાજકોટ શહેરને પણ નવા પીએસઆઇ મળ્યા છે.જેમાં જામનગરના નિશાંત હરીયાણી,અમરેલીના ધવલ સાકરીયાનો સમાવેશ થાય છે.આ બદલીમાં મહિલા પીએસઆઇ અમરેલીના ડી.બી.ચૌધરીને બનાસકાંઠા,ભાવનગરના એમ.એલ.ગોહિલને પંચમહાલ, એ.પી.જાડેજાને પાટણ,જામનગરના એસ.એમ.રાદડીયાને રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગરના એસ.બી.સોલંકીને બોટાદ,જામનગરના આર.એ.વાઢેરને ભાવનગર,ગીર સોમનાથના એમ.કે.મકવાણાને જુનાગઢ,અમરેલીના આર.કે.કરમટા અને પી.એન.મોરીને જામનગર,મોરબીના એચ.એમ.પટેલને બનાસકાંઠા,પોરબંદરના એચ.સી.ગોહિલને રાજકોટ ગ્રામ્ય,અમરેલીના ડી.સી.સાકરીયાને રાજકોટ હશેર,એન.એ.વાઘેલાને ગીર સોમનાથ,જામનગરના એન.વી.હરીયાણીને રાજકોટ શહેર,ભાવનગરના આઇ.ડી.જાડેજાને રાજકોટ ગ્રામ્ય,દ્રષ્ટિ બાલમુકુંદ ચૌધરીને સીઆઇડી ક્રાઇમ,રજનીબેન વિરજીભાઇ ભીમાણીને રાજકોટ ગ્રામ્ય,એચ.સી.ચુડાસમાને આણંદ,એમ.એચ.યાદવને રાજકોટ ગ્રામ્ય,જુનાગઢના એ.બી.દતાને બનાસકાંઠા,પોરબંદરના વી.આર.ચોસલાને સુરત ગ્રામ્ય,સુરેન્દ્રનગરના વી.પી.મકવાણાને ભરૂચ. એમ.એચ.સોલંકીને સીઆઇડી ક્રાઇમ,જામનગરના સી.એમ.કાંટેલીયાને વડોદરા ગ્રામ્ય,મોરબીના બી.ડી.જાડેજાને વડોદરા પોલીસ તાલીમ શાખા,વાલીબેન ભુપતભાઇ પીઠીયાને દેવભૂમિ દ્વારકા મુકાયા છે.
આ તરફ સુરત શહેરના ધર્મિષ્ઠા વિશાલ કાનાણીને મોરબી,નવસારીના એસ.એચ.ભુવાને ગીર સોમનાથ,સુરતના જે.વી. રાણાને મોરબી,સી.આઇ.ડી.ના એસ.એ.ગઢવીને જુનાગઢ,વડોદરાના કે.કે.ઓડેદરા, જે.કે.મોરી, નર્મદાના કે.એલ.ગળચરને અમરેલી,મહેસાણાના એસ.કે.મહેતાને ગીર સોમનાથ,સુરતના ડી.વી.ઠકકરને મોરબી,આઇબીના એમ.જે.ધાંધલને મોરબી,મહેસાણાના જે.બી.લાલકાને જુનાગઢ,અમદાવાદના એમ.વી.વીરજાને સુરેન્દ્રનગર,આઇબીના ચંદ્રકલાબા ભરતસિંહ જાડેજાને દેવભૂમિ દ્વારકા,સુરતના ભાનુબેન બાબુભાઇ ચૌધરીને મોરબી મુકાયા છે.
અન્ય 13 પીએસઆઇની અગાઉ 16 સપ્ટેમ્બરે બદલી કરાયેલી જેની બદલીનું સ્થળ બદલીનો હુકમ થયો છે.જેમાં રાજકોટ શહેરના એચ.એમ.હેરભાને વડોદરા બાદ હવે મોરબી,પોરબંદરના આર.એચ.જારીયાને પહેલા રાજકોટ શહેર બાદ રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્યના વી.બી.બરબસીયાને પહેલા સુરેન્દ્રનગર બાદ હવે જામનગર મુકાયા છે અને અમદાવાદ ગ્રામ્યના બી.બી.વાઘેલાને પહેલા પાટણ મુકાયા હતા પણ હવે ભાવનગરમાં જવાબદારી સપાઇ છે.
મહિલા પીએસઆઇમાં પોરબંદર એન.જે.રાવલને અમરેલી બાદ હવે જામનગર મુકાયા છે. રાજકોટ ગ્રામ્યના વી.કે.ગોંડલીયાને પહેલા સુરેન્દ્રનગર બાદ હવે આઇબીમાં બદલી થઇ છે.ગીર સોમનાથના ડી.બી.લાખણોત્રાને પ્રથમ જુનાગઢ બાદ હવે જામનગર મુકાયા છે.